એક એવું ATM જેમાંથી રૂપિયાની જગ્યાએ ગોલ્ડ કોઈન નીકળે છે, બટન દબાવો અને પછી…

Parth Vyas

• 11:03 AM • 06 Dec 2022

હૈદરાબાદઃ તમે રૂપિયા ઉપાડવા માટે તમારા નજીકના એટીએમમાં ​​ગયા જ હશો. ત્યારે હવે જેમ તમે કાર્ડને મશીનમાં દાખલ કરો અને કોડ લખો કે તરત જ…

gujarattak
follow google news

હૈદરાબાદઃ તમે રૂપિયા ઉપાડવા માટે તમારા નજીકના એટીએમમાં ​​ગયા જ હશો. ત્યારે હવે જેમ તમે કાર્ડને મશીનમાં દાખલ કરો અને કોડ લખો કે તરત જ ચલણી નોટો બહાર આવે છે. પરંતુ વિચારો કે આવું જ કરવાથી રૂપિયાને બદલે ચમકતા સોનાના સિક્કા બહાર આવવા લાગે તો… હા, હવે હૈદરાબાદમાં પણ આવું જ કઈ નવું જોવા મળશે. ખરેખર, અહીં એક કંપનીએ દુનિયાનું પહેલું રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ લગાવ્યું છે. આનાથી પૈસા નહીં, પણ લોકોને સોનું મળશે. આવો જાણીએ આ કેવી રીતે કામ કરશે?

આ પણ વાંચો

આ કંપનીએ ગોલ્ડ એટીએમ લગાવ્યું
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પહેલું ગોલ્ડ એટીએમ લગાવવામાં આવ્યું છે. તેને સોનાની ખરીદી અને વેચાણ કરતી કંપની ગોલ્ડ કોઈન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. સોનાના રોકાણને વધુ સરળ બનાવવાના હેતુથી કંપનીએ આ પગલું ભર્યું છે. આના દ્વારા હવે સોનામાં રોકાણ કરવું એટીએમમાંથી રૂપિયા ઉપાડવા જેટલું જ સરળ બની જશે.

100 ગ્રામ સુધીના સોનાના સિક્કા આવશે
આ ગોલ્ડ એટીએમમાંથી સોનું ઉપાડવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મુજબ, કાર્ડધારક એક સમયે 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના સોનાના સિક્કા ઉપાડી શકે છે. આની ખાસ વાત એ છે કે આ તમામ સિક્કા 24 કેરેટ સોનાના હશે. જોકે અત્યાર સુધી, વપરાશકર્તા એક જ સમયે કેટલું સોનું ઉપાડી શકશે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી.

એટીએમની સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે
બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, ગોલ્ડ એટીએમમાંથી નીકળતા સોનાની કિંમત લાઇવ માર્કેટ પ્રાઈસના આધારે અપડેટ કરવામાં આવશે. એટલે કે બજાર કિંમત પ્રમાણે જ તેમાંથી સોનું કાઢી શકાય છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે ATM 24×7 ઉપલબ્ધ રહેશે અને કોઈપણ ગ્રાહક ટ્રાન્ઝેક્શન માટે તેના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.

સોનું મેળવવાની સરળ રીત

    follow whatsapp