નડિયાદ GIDCમાં અથાણાની કંપનીના સ્ટોરમાં લાગી આગ, જુઓ Video

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદમાં અથાણાં બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા બે ફાયર ફાઈટર સાથે નડિયાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને લગભગ એક કલાકની જેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

કમલનાથના ગઢમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની રામકથા, 7 ઓગસ્ટે દિવ્ય દરબાર યોજાશે

ADS કંપનીમાં બીજા માળે લાગી આગ

નડિયાદમાં જીઆઇડીસીમાં આવેલ ADF ફૂડ્સ લિમિટેડ કંપનીના બીજા માળ પર આવેલા યુનિટ નંબર બેમાં આગ લાગવાની ઘટના બની હતી. જ્યાં અથાણાંમાં વપરાતા મસાલા સ્ટોર કરવામાં આવતા હતા. કંપનીના સ્ટોર ડિપાર્ટમેન્ટમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં ફાયર સેફટી હોવાથી સ્પરીંક લેવલ પણ શરૂ થઈ ગયો હતો. જોકે આગ વધુ હોવાથી ઘટનાની જાણ ફાયર વિભાગને કરાઈ હતી. આગની જાણ થતાં જ બે ફાયર ફાઇટર સાથે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લગભગ એક કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ કંપનીમા આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે તપાસ બાદ ખબર પડશે કે આગ કેવી રીતે લાગી હતી અને કેટલુ નુકસાન થયું છે. રાહતની વાત એ છે કે, આ ઘટનામા કોઈ જાનહાની થઈ નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT