જૂનાગઢમાં મહાશિવરાત્રિ પર્વના મેળાને લઈ તંત્રએ શરૂ કરી તૈયારી, જાણો શું છે ધાર્મિક કથા

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news
ભાર્ગવી જોશી, જૂનાગઢ: કહેવાય છે કે તમામ અખડાઓના નાગાસાધુઓ દીક્ષા લીધા અને સાધુ બન્યા બાદ જીવનમાં એકવાર તો અચૂક ભવનાથ મેળા માં આવવું જ  પડે છે તો જ એનું જીવન સાર્થક ગણાય. એ પણ ખાસ મહાશિવરાત્રિ પર્વમાં જુનાગઢમાં સ્વયંભૂ યોજાતા ધાર્મિક મીની કુંભમેળામાં શોભાયાત્રામાં શામેલ થવું અને રાત્રે 12 વાગે મૃગી કુંડમાં સ્નાન કરવું. મહત્વનું છે. લાખો લોકો દર વરસે આ નાગાધુઓના દર્શન કરવા આવે છે અને ભાવ ભક્તી ભોજન અને ભજનનો આનંદ માણી ધાર્મિક મેળા થકી સંસ્કૃતિની ઓળખ અને પરંપરા સાચવે છે. જૂનાગઢમાં  ફેબ્રુઆરી માસમાં મહાશિવરાત્રિ પર્વના મેળાને લઈ તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. મેળામાં 10 લાખથી વધુ લોકો આવે તેવી સંભાવના છે.
તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી 
છેલ્લા બે વરસ થી કોરોનાને કારણે માટે પરંપરા જાળવી રાખવા માટે જ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ  આ વર્ષે મહાશિવરાત્રી પર્વમાં દસ થી બાર લાખ લોકો આવે એવી સંભાવનાને લઈ જિલ્લા કલેકટર ખુદ આ અંગે ખાસ મીટીંગો કરી તમામ વ્યવસ્થા જોઈ રહ્યા છે. SDM ભૂમિ કેશવાલા આ મેળાની તમામ વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છે. ખાસ કરીને ઉતારાઓ ,અન્નક્ષેત્રો, પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની તકેદારી, લોકોના આવક જાવક માટે બસ અને ટ્રેનની સુવિધા સમયસર ઉપલબ્ધ થાય એ માટે ખાસ તમામ વિભાગો સાથે મીટિંગ માં દોર ચલાવી રહયા છે.
15 થી 18 ફેબ્રુઆરી દરમિયાન 10 લાખ લોકો લેશે મુલાકાત 
કોરોના સમયગાળા દરમિયાન આ પરંપરા બે વર્ષ સુધી અનુસરવામાં આવી હતી. આ વર્ષે 2023માં 15મી ફેબ્રુઆરીથી 18મી ફેબ્રુઆરી દરમિયાન ભવનાથના મેળામાં 10 લાખથી વધુ લોકો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેથી પીવાના પાણી, અનાજ, સંગ્રહ, રહેઠાણ, ટ્રાફિક, શૌચાલય, સ્વચ્છતા અને બસ અને ટ્રેનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી અધિકારી રચિત રાજ પોતે તેમની દેખરેખ હેઠળ તમામ બેઠકો કરે છે.
શા માટે ભવનાથમાં યોજાય છે મેળો?
ધાર્મિકગ્રંથોમાં કહેવાય છે કે દેવાધિદેવ શિવ પાર્વતીના લગ્ન અહીં ભવનાથ મંદિરમાં થયા હતા. શિવજીની જાનમાં ભસ્મ લગાવેલ સાધુ સંતો પધાર્યા હતા. ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને એ જ પરંપરા મુજબ હજુ પણ દર મહાશિવરાત્રીની રાતે ભવ્ય શોભાયાત્રા નીકળે છે. જેમાં નાગાસાધુઓ શિવજી સ્વરૂપમાં સાજ શણગાર સજી શિવજીની જાન માં તલવારબાજી, અંગ કસરતના દાવ કરતા નીકળે છે. અને રાત્રે બાર વાગ્યે મૃગીકુંડમાં સ્નાન કરી અદ્રશ્ય થઈ જાય છે.
દિવસ રાત ચાલે છે ભજનની રમઝટ
આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે શિવજી કોઈ ન કોઈ સ્વરૂપે આ સાધુ સંતોમાં આવે છે એ ને પામવા જ દસ લાખ થી વધુ લોકો આ રવેડી જોવા પહોંચે છે. જેની વ્યવસ્થા જાળવવાની જવાબદારી પ્રશાસન બખૂબી નિભાવે છે. જૂનાગઢના આ મેળામાં ધાર્મિક લાગણી, ભક્તિ, ભજન અને અન્નકૂટનો સંગમ જોવા મળે છે. દિવસ-રાત ભજનો ચાલે છે, લાખો લોકોને વિનામૂલ્યે વિવિધ વાનગીઓ અને ભોજન પીરસવામાં આવે છે.  સાધુઓના દર્શનનો લાભ લઈને તપસ્યાનો મહિમા જાણે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT