'Virat Kohli લઈ શકે છે ચોંકાવનારો નિર્ણય...' પૂર્વ દિગ્ગજ ખેલાડીના નિવેદન બાદ ફેન્સ ચિંતામાં

ADVERTISEMENT

T20 World Cup 2024
'ટૂંક સમયમાં જ 'કિંગ કોહલી' લઈ શકે છે ચોંકાવનારો નિર્ણય'
social share
google news

T20 World Cup 2024: IPL 2024માં ભલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli)એ ફરી એકવાર પોતાના પ્રદર્શનથી ફેન્સનું દિલ જીતી લીધું. જ્યાં સુધી વિરાટ કોહલી રમ્યા ત્યાં સુધી ઓરેન્જ કેપ પર તેમનો કબજો રહ્યો, જોકે ઓરેન્જ કેપ હજુ પણ વિરાટ કોહલીની પાસે જ છે.

કોહલીના કરિયરને લઈને માઈકલનું નિવેદન 

ફેન્સને વિરાટ કોહલીને લઈને ઘણું ખરાબ લાગે છે, જ્યારે તેમનું પ્રદર્શન તો શાનદાર હોય છે, પરંતુ તેમની ટીમ ટ્રોફી જીતી શકતી નથી. તો બીજી તરફ વિરાટ કોહલીના ફેન્સ આ વાતથી પણ ખૂબ જ ડરે છે ક્યાંક વિરાટ કોહલી સંન્યાસ લઈ લેશે તો શું થશે? આ વચ્ચે હવે વિરાટ કોહલીના કરિયરને લઈને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉનનું મોટું નિવેદન સામે આવ્યું છે.  

આ પણ વાંચોઃ IPL 2024 Trophy: IPL ટાઇટલ આ ટીમ જીતશે! જુઓ 6 વર્ષનો ટ્રેન્ડ તમને પણ વિશ્વાસ નહીં આવે

 

ADVERTISEMENT

કોહલી બદલી શકે છે પોતાનો પ્લાનઃ માઈકલ


વિરાટ કોહલીએ તાજેતરમાં જ RCBની એક ઈવેન્ટમાં સંન્યાસને લઈને કહ્યું હતું કે જ્યારે તેમનું કામ ખતમ થઈ જશે ત્યારે તેઓ ચાલ્યા જશે. જે બાદ લાંબા સમય સુધી ફેન્સ  તેમને નહીં જોઈ શકે. હવે વિરાટ કોહલીને લઈને માઈકલ વૉનને કહ્યું કે, વિરાટ કોહલીની ફિટનેસને ધ્યાનમાં રાખતા તેઓ આગામી 5 વર્ષ સુધી ક્રિકેટ રમી શકે છે, પરંતુ  આ વાતની સંભાવના ઘણી ઓછી છે. કારણ કે તે પહેલા જ કોહલી પોતાનો પ્લાન બદલી શકે  છે. પૂર્વ ક્રિકેટર માઈકલ વૉને કહ્યું કે, વિરાટ કોહલી સમય પહેલા જ તેમનું કરિયર ખતમ કરી શકે છે.  

આ પણ વાંચોઃ IPL: CSKના સ્ટાર ખેલાડીએ RCBની હાર પર મીઠું ભભરાવ્યું, Insta પર પોસ્ટ કરીને કરી ટ્રોલ

પરિવારને આપે છે પ્રાથમિકતા

ક્રિકેટની સાથે-સાથે વિરાટ કોહલી તેમના પરિવારને પણ સૌથી વધુ અને સૌથી પહેલા પ્રાથમિકતા આપે છે. આવું આપણે ઈંગ્લેન્ડ સાથે રમાયેલી 5 મેચોની ટેસ્ટ સિરીઝમાં આપણે બધાએ જોયું. જ્યારે વિરાટ કોહલી બીજી વાર પિતા બન્યા હતા. શરૂઆતામાં વિરાટ કોહલીએ સિરીઝની 2 મેચોમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો, કોહલી આખી સિઝનમાં રમ્યા નહોતા. કારણ કે તે સમયે તેમની માટે તેમનો પરિવાર જ પહેલા હતો. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT