IPL: CSKના સ્ટાર ખેલાડીએ RCBની હાર પર મીઠું ભભરાવ્યું, Insta પર પોસ્ટ કરીને કરી ટ્રોલ

ADVERTISEMENT

Tushar Deshpandey
Tushar Deshpandey
social share
google news

IPL Eliminator RCB vs RR: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું IPL ટ્રોફી જીતવાનું સપનું ફરી ચકનાચૂર થઈ ગયું. એલિમિનેટર મેચમાં RCBને રાજસ્થાન રોયલ્સે 4 વિકેટે હરાવ્યું હતું. આ હારની અસર RCBના ખેલાડીઓ પર જોવા મળી હતી. વિરાટ કોહલી (Virat Kohli) પણ ભાવુક થઈ ગયો. આરસીબીના ખેલાડીઓ જાણતા હતા કે તેમણે અહીં સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન સામેની હાર બાદ CSKના સ્ટાર બોલર તુષાર દેશપાંડેએ (Tushar Deshpandey) RCBને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તુષારે સોશિયલ મીડિયા પર એક મીમ શેર કર્યું હતું, પરંતુ થોડા સમય પછી તેને ડિલીટ કરી દીધું હતું. તુષારે તેનું મીમ ડિલીટ કર્યું ત્યાં સુધીમાં યુઝર્સ તેનો સ્ક્રીનશોટ લઈ ચૂક્યા હતા.

તુષાર દેશપાંડેએ પોસ્ટ કરીને ડિલીટ કરી

તુષાર દેશપાંડે દ્વારા શેર કરવામાં આવેલી ઇન્સ્ટા સ્ટોરી CSK ફેન્સ ઓફિશિયલ પર હતી. અહીં તેણે બેંગલુરુ રેલવે સ્ટેશનની તસવીર શેર કરી છે. આ ફોટો પર બોર્ડ પર હિન્દીમાં બેંગલુરુ કેન્ટોનમેન્ટ લખેલું હતું જ્યારે અંગ્રેજીમાં 'Bangluru Cant' લખેલું હતું. યુઝર્સ બેંગલુરુ કેન્ટને બેંગલુરુ કાન્ટ સાથે સાંકળી રહ્યા છે.

RCBએ CSKને હરાવી પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું હતું

RCBએ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ક્વોલિફાયરમાં જગ્યા બનાવી હતી. CSK સામેની જીત બાદ RCBના ખેલાડીઓએ મેદાન પર જોરદાર ઉજવણી કરી હતી. તુષારની ટીમ CSKને પ્લેઓફમાંથી અટકાવનાર એલિમિનેટરમાં RCBની હાર પછી, આ ખેલાડી પોતાને રોકી શક્યો નહીં અને સોશિયલ મીડિયા પર RCBને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. RCB છેલ્લા 17 વર્ષથી ટાઈટલ જીતવામાં સફળ રહ્યું નથી.

ADVERTISEMENT

રાજસ્થાન અને હૈદરાબાદ બીજા ક્વોલિફાયરમાં સામસામે ટકરાશે

રાજસ્થાન રોયલ્સે એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું અને 24 મેના રોજ યોજાનાર બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી, જેમાં તેનો સામનો ચેન્નાઈમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. 

    follow whatsapp

    ADVERTISEMENT