ધોની, કોહલી કરતા વધારે છે સચિનની નેટવર્થ, રિટાયર્ડ થવા છતાં વધી રહી છે સંપત્તિ; મુંબઈ અને લંડનમાં છે ઘર

ADVERTISEMENT

 Sachin Tendulkar 51th Birthday
કમાણી મામલે સચિન હજુ પણ સુપરહિટ
social share
google news

Sachin Tendulkar 51th Birthday:  ભારત સહિત વિશ્વભરમાં જ્યારે પણ ક્રિકેટની વાત થાય છે ત્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)નું નામ જરૂર લેવામાં આવે છે.  આખરે તેમણે ભારતીય ક્રિકેટમાં જે ભૂમિકા ભજવી છે, તેને ભૂલાવી શકાય તેમ નથી. 100 સદી ફટકારનાર અને 200 ટેસ્ટ મેચ રમનાર વિશ્વના એકમાત્ર ખેલાડી સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન (God Of Cricket) પણ કહેવામાં આવે છે.

51 વર્ષના થયા સચિન તેંડુલકર

આજે (24 એપ્રિલ 2024)નો દિવસ તેમના માટે ખૂબ જ ખાસ છે, કારણ કે સચિન તેંડુલર 51 વર્ષના થઈ ગયા છે. તેમણે પોતાના કરિયરમાં એટલા બધા રેકોર્ડ બનાવ્યા છે કે તેમનું નામ ક્રિકેટના ઈતિહાસમાં નોંધાઈ ગયું છે. ભલે તેઓ ક્રિકેટમાંથી સંન્યાસ ચૂક્યા છે,  પરંતુ કમાણીના મામલે તેઓ હજુ પણ સુપરહિટ છે. ચાલો જાણીએ કે તેમની નેટવર્થ કેટલી છે 


ક્રિકેટમાં રેકોર્ડ જ નહીં, પરંતુ અપાર સંપત્તિ પણ બનાવી

માત્ર 16 વર્ષની ઉંમરે હાથમાં બેટ પકડીને એક પછી એક મોટા રેકોર્ડ બનાવનાર સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં થયો હતો. હવે તેઓ 51 વર્ષના થઈ ચૂક્યા  છે. પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન એક તરફ તેમણે મોટા રેકોર્ડ બનાવ્યા તો બીજી તરફ તેમણે ઘણી કમાણી પણ કરી. વિશ્વના સૌથી ધનિક ક્રિકેટરોમાં સચિન તેંડુલકરનું નામ સામેલ છે. અહેવાલો અનુસાર, ગયા વર્ષ 2023 સુધી સચિન તેંડુલકરની કુલ નેટવર્થ લગભગ 175 મિલિયન ડોલર એટલે કે 1436 કરોડ રૂપિયા હતી. ખાસ વાત એ છે કે ભલે તેમણે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હોય, છતાં તેઓ જાહેરાતો અને અન્ય માધ્યમોથી કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.

ADVERTISEMENT

આ મોટી કંપનીઓની જાહેરાતોથી મોટી કમાણી 

સચિન તેંડુલકરે ભલે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હોય, પરંતુ મોટી-મોટી બ્રાન્ડ્સ હજુ પણ તેમના ચહેરા પર વિશ્વાસ કરે છે અને તેથી જ આ કંપનીઓની જાહેરાતોમાં સચિન સૌથી વધુ જોવા મળે છે. સચિન તેંડુલકરને  બુસ્ટ, યુનાકેડેમી, કેસ્ટ્રોલ ઈન્ડિયા, BMW, લ્યુમિનસ ઈન્ડિયા, સનફિસ્ટ, MRF ટાયર, અવિવા ઈન્સ્યોરન્સ, પેપ્સી, એડિડાસ, વિઝા, લ્યુમિનસ, સાન્યો, બીપીએલ, ફિલિપ્સ, સ્પિની જેવી કંપનીઓની જાહેરાતોમાં જોવા મળે છે. તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી દર વર્ષે 20-22 કરોડ રૂપિયા કમાય છે.

બિઝનેસ સેક્ટરમાં પણ સચિન તેંડુલકરનો દબદબો

સચિન તેંડુલકર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની સાથે જ બિઝનેસ સેક્ટરમાં પણ ફેમસ છે અને તેમનો કપડાનો બિઝનેસ ફેમસ છે. રિપોર્ટ અનુસાર, તેમની બ્રાન્ડ ટ્રુ બ્લુ અરવિંદ ફેશન બ્રાન્ડ્સ લિમિટેડની વચ્ચે એક જોઈન્ટ વેન્ચર છે. તેને 2016માં લૉન્ચ કરવામાં આવી હતી. 2019માં ટ્રુ બ્લુને અમેરિકા અને ઈંગ્લેન્ડમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ સિવાય સચિન તેંડુલકર રેસ્ટોરન્ટ બિઝનેસમાં પણ સક્રિય છે. મુંબઈ અને બેંગલુરુમાં સચિન એન્ડ તેંડુલકર્સના નામે રેસ્ટોરન્ટ છે.

ADVERTISEMENT

મુંબઈ-કેરળથી લઈને લંડનમાં આલિશાન ઘર

સચિન તેંડુલકરની લકઝરી લાઈફસ્ટાઈલનો અંદાજ તેમના આલીશાન ઘરોને જોઈને પણ લગાવી શકાય છે. તેમનો મુંબઈના પોશ બાંદ્રા વિસ્તારમાં એક આલીશાન બંગલો છે, જેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે, તેમણે આ ઘર વર્ષ 2007માં અંદાજે 40 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ કેરળમાં પણ તેમનો કરોડોની કિંમતનો બંગલો છે. તેમની પાસે કુર્લા કોમ્પ્લેક્સ, બાંદ્રા, મુંબઈમાં લક્ઝરી ફ્લેટ પણ છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે તેમનું લંડનમાં પણ  પોતાનું ઘર છે.

ADVERTISEMENT

મોંઘી કારનો છે શોખ 

સચિન તેંડુલકરને કારનો પણ ઘણો શોખ છે. તેમના કાર કલેક્શનમાં ઘણી શાનદાર કારો છે. રિપોર્ટ અનુસાર, તેમના કલેક્શનમાં ઘણી મોંઘી અને લક્ઝરી કારનો સમાવેશ થાય છે. તેમાં Ferrari 360 Moden, BMW i8, BMW 7 સિરીઝ, 750Li M Sport, Nissan GT-R, Audi Q7, BMW M6 Gran Coupe અને BMW M5 30 Jahre નો સમાવેશ થાય છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT