T20 વર્લ્ડ કપની ફાઈનલમાં આ છે જીતના 3 મોટા કારણો, જેને લઈને ભારત બન્યું ચેમ્પિયન

ADVERTISEMENT

India Wins T20 World Cup 2024
T20 World Cup 2024માં ભારતની જીત
social share
google news

India Wins T20 World Cup 2024 : ભારતે ICC T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમ આ પહેલા વર્ષ 2007માં વર્લ્ડ કપ જીતી હતી. ભારતની જીતનો હીરો રહ્યો વિરાટ કોહલી જેણે 76 રનની ઇનિંગ રમી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ટુર્નામેન્ટનો એવોર્ડ અપાયો છે. ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી અને ભારતે છેલ્લા બોલ પર મેચ જીતી લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 176 રન બનાવ્યા હતા અને સાઉથ આફ્રિકાને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે સાઉથ આફ્રિકા 20 ઓવરમાં 169 રન જ બનાવી શક્યું. મેચની છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યાએ 16 રનનો બચાવ કરીને ટીમને જીત અપાવી હતી. ચાલો જાણીએ ભારતની જીતના 3 મોટા કારણો વિશે...

દમદાર બોલિંગ

ભારતીય ટીમની શાનદાર બોલિંગ જીતનું મુખ્ય કારણ બની હતી. જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ લીધી હતી. પંડ્યાએ 3 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે પણ એક વિકેટ લીધી હતી. અર્શદીપે 19મી ઓવરમાં મેચને પલટી નાખી હતી, જેમાં તેણે માત્ર 4 રન જ બન્યા હતા. ત્યારબાદ જ્યારે સાઉથ આફ્રિકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી ત્યારે પંડ્યાએ જીત અપાવી.

ADVERTISEMENT

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

સૂર્યકુમાર યાદવનો સુપર કેચ

ભારતની જીતનું વધુ એક મોટું કારણ છેલ્લી ઓવરમાં સૂર્યકુમાર યાદવનો સુપર કેચ હતો. છેલ્લી ઓવરના પહેલા બોલ પર ડેવિડ મિલરે એક મોટો શોટ ફટકાર્યો જે સિક્સર જવાની હતી, પરંતુ બાઉન્ડ્રી પર ઉભેલા સૂર્યકુમારે એવો કેચ ઝડપ્યો કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. જો આ કેચ ન થયો હોત તો ભારત હાર તરફ જઈ શકતું હતું, કારણ કે મિલર ફોર્મમાં હતો. તે 21 રન બનાવીને આઉટ થયો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

કોહલીની ઇનિંગ્સ

જીતનું ત્રીજુ કારણ વિરાટ કોહલીની ઓપનિંગ ઈનિંગ રહી છે. તેણે 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. જેમાં 6 ફોર અને 2 સિક્સ સામેલ હતી. કોહલીની ઈનિંગ એવા સમયે આવી જ્યારે ભારતીય ટીમની 3 વિકેટ માત્ર 34 રન પર જ પડી ગઈ હતી. કોહલીએ ઈનિંગને સંભાળી અને ટીમના સ્કોરને આગળ લઈ ગયો.

ADVERTISEMENT

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT