AUS vs SA: સ્ટાર્ક-હેઝલવુડનો કહેર સામે આફ્રિકન બેટર્સ ધરાશાયી, ફરી શરમજનક ઈતિહાસનું પુનરાવર્તન કરશે ચોકર્સ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

World Cup 2023 AUS vs SA: કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે આજે (16 નવેમ્બર) ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે. જે પણ ટીમ આ મેચ જીતશે તે 19 નવેમ્બરે ભારત સામે ટકરાશે. આ વર્લ્ડ કપમાં બંને ટીમો 12 ઓક્ટોબરે આમને-સામને હતી. જ્યાં આફ્રિકાની ટીમે ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવ્યું હતું. જોકે આજની મેચમાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે.

આફ્રિકાએ 24 રનમાં 4 વિકેટ ગુમાવી

આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઓેસ્ટ્રેલિયન બોલર્સના તરખાટ સામે એક બાદ એક સાઉથ આફ્રિકાના બેટ્સમેન આઉટ થઈને પાછા જતા જોવા મળ્યાં. હાલમાં મેચમાં વરસાદ આવતા રમત અટકાવાઈ છે. પરંતુ હાલની સ્થિતિએ પણ આફ્રિકાનો સ્કોર 14 ઓવરમાં 44 રને 4 વિકેટ છે. એક સમયે ટીમે માત્ર 24 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ક્રિકેટમાં ચોકર્સનો ટેગ લાગ્યો છે તે આફ્રિકાની ટીમ ફરી એકવાર શરમજનક ઈતિહાસનું પુનરાવર્તન કરશે કે કેમ તે તો મેચના પરિણામ બાદ જ માલુમ પડશે.

સ્ટાર્ક-હેઝલવુડની 2-2 વિકેટ

સાઉથ આફ્રિકાના ટોપ 4માંથી માર્કરમને બાદ કરતા કોઈ બેટ્સમેન ડબલ આંક સુધી રન બનાવી શક્યું નહોતું. કેપ્ટન ટેમ્બા બાવુમા 0 રને આઉટ થયો હતો. તો ટૂર્નામેન્ટમાં સદી ફટકારી ચૂકેલો ક્વિન્ટન ડિકોક પણ 3 રને આઉટ થઈ ગયો. એઈડન માર્કરમે 10 તો રાસી વાન ડેર ડુસેને 6 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્કે 2 અને જોશ હેઝલવુડે 2 વિકેટ લીધી હતી.

ADVERTISEMENT

પ્રથમ વિકેટ: ટેમ્બા બાવુમા (0), વિકેટ-મિચેલ સ્ટાર્ક (1-1)
બીજી વિકેટ: ક્વિન્ટન ડી કોક (3), વિકેટ- જોશ હેઝલવુડ (2-8)
ત્રીજી વિકેટ: એઈડન માર્કરામ (10), વિકેટ- મિશેલ સ્ટાર્ક (3-22)
ચોથી વિકેટ: રાસી વાન ડેર ડુસેન (6), વિકેટ- જોશ હેઝલવુડ (4-24)

વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા આમને સામને

કુલ રમાયેલ મેચો – 7
ઓસ્ટ્રેલિયા – 3
દક્ષિણ આફ્રિકા – 3
ટાઈ – 1 દક્ષિણ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા (ODI વર્લ્ડ કપ પરિણામ)

ADVERTISEMENT

1992 – સિડનીમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને નવ વિકેટે હરાવ્યું
1999 – લીડ્ઝમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને પાંચ વિકેટે હરાવ્યું
1999 – બર્મિંગહામમાં મેચ ટાઈ
2007 – બાસેટેરેમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 83 રનથી હરાવ્યું
2007 – ઓસ્ટ્રેલિયાએ ગ્રોસ આઇલેટમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું
2019 – માન્ચેસ્ટર 2019માં દક્ષિણ આફ્રિકા 10 રનથી જીત્યું
2023 – દક્ષિણ આફ્રિકા 2023માં લખનૌમાં 134 રનથી જીત્યું

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT