શુભમન ગિલ અને સારા તેંડુલકર ડેટ કરી રહ્યા છે? કેમેરા જોતા જ બંનેએ કરી નાખી આવી હરકત
Shubman Gill and Sara Tendulkar: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર શુભમન ગિલ આ દિવસોમાં પોતાના રિલેશનને લઈને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી શુભમન ગિલનું નામ…
ADVERTISEMENT
Shubman Gill and Sara Tendulkar: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર શુભમન ગિલ આ દિવસોમાં પોતાના રિલેશનને લઈને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી શુભમન ગિલનું નામ સારા તેંડુલકર સાથે જોડાઈ રહ્યું છે, પરંતુ આ કપલે ક્યારેય તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. હવે આ વચ્ચે શુભમન અને સારાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેના પછી ચાહકોને ખાતરી થઈ ગઈ છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
સારા તેંડુલકર અને શુભમન ગિલ સાથે જોવા મળ્યા
હકીકતમાં, મંગળવારે રાત્રે મુંબઈમાં લક્ઝરી મોલ Jio World Plaza લોન્ચ કરવામાં આવ્યો હતો. આ લોન્ચિંગ ઈવેન્ટમાં સમગ્ર બોલિવૂડ જગત અને ઘણા ક્રિકેટરોએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન શુભમન ગિલ પણ જોવા મળ્યો હતો, જ્યાં તે સારા તેંડુલકર સાથે જોવા મળ્યો હતો. બંનેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સારાએ રેડ ફ્લોર લેન્થ ગાઉન પહેર્યું છે, જ્યારે શુભમન ગિલ ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
View this post on Instagram
સારા અને શુભમન મીડિયાને જોઈને અલગ થઈ ગયા
જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળે છે કે સારા તેંડુલકર અને શુભમન ગિલ જિયો વર્લ્ડ પ્લાઝામાં ઈવેન્ટમાંથી બહાર નીકળી રહ્યા છે, પરંતુ બહાર ઉભેલા પાપારાઝીને જોતા જ તેઓ ત્યાં જ રોકાઈ ગયા, ત્યારબાદ બંને અલગ થઈ ગયા. જો કે, બંને પોતાના સંબંધોને છુપાવવાની કેટલી પણ કોશિશ કરે છે, તેમના ચાહકો હંમેશા તેમને પકડી લે છે. હવે પણ કંઈક આવું જ થયું છે, જ્યારે શુભમન અને સારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, ત્યારે લોકો ફરી એક વાર અનુમાન લગાવવા લાગ્યા છે કે બંને વચ્ચે કંઈક તો છે. હા, એ અલગ વાત છે કે અન્ય સેલેબ્સની જેમ સારા તેંડુલકર અને શુભમન ગિલ પણ પોતાના રિલેશનશીપના સમાચારો વિશે ખુલીને કંઈ નથી કહી રહ્યા, પરંતુ હકીકત એ છે કે બંને અવારનવાર સાથે મળે છે અને એકબીજા સાથે સ્પોટ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT