1 દિવસમાં 2800 KM ટ્રાવેલ કરીને ટીમ સાથે જોડાયો અશ્વિન, Jay Shahએ કરી ચાર્ટેડ ફ્લાઈટની વ્યવસ્થા

ADVERTISEMENT

રવિચંદ્રન અશ્વિન અને જય શાહની તસવીર
Ravichandra Ashwin
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

માતાની તબિતય ખરાબ હોવાથી અશ્વિન રાજકોટથી ચૈન્નઈ ગયો હતો.

point

માતા સાથે મુલાકાત કરીને એક દિવસમાં જ અશ્વિન રાજકોટ આવ્યો અને ટીમ સાથે જોડાયો.

point

અશ્વિનને ચૈન્નઈ જવા અને પાછા આવવા જય શાહે ખાસ વિમાનની સુવિધા કરી આપી.

Ravichandran Ashwin, IND vs ENG Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની રાજકોટ ટેસ્ટના (Rajkot Test) ચોથા દિવસે, ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો હતો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે રવિચંદ્રન અશ્વિનને ઘરે જવા અને પાછા ફરવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરી આપી હતી. રવિવાર, 18 ફેબ્રુઆરીએ ટેસ્ટના ચોથા દિવસે ટી બ્રેક બાદ આર અશ્વિન મેદાનમાં પરત ફર્યો હતો. મેચની બીજી ઈનિંગ્સમાં તેણે બોલિંગ પણ કરી હતી અને વિકેટ પણ મેળવી હતી.

રવિ શાસ્ત્રીએ કોમેન્ટ્રી દરમિયાન જણાવ્યું

રવિ શાસ્ત્રીએ કોમેન્ટ્રી દરમિયાન કહ્યું, “BCCI સેક્રેટરી જય શાહે અશ્વિનને તેના ઘરે જવા અને પાછા આવવા માટે ચાર્ટર ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. મને લાગે છે કે, BCCI તરફથી આવી જ સહાનુભૂતિની જરૂર હતી. તે ભારતીય ક્રિકેટના સંરક્ષક છે અને આ પ્રકારનું કામ કરીને તે ઘણા આગળ વધશે. તેનાથી ખેલાડીઓને સારું લાગે છે. તે બીસીસીઆઈની સાથે સાથે અશ્વિન તરફથી પણ સારો સંકેત હતો."

અચાનક કેમ ઘેર ગયો હતો અશ્વિન?

રાજકોટ મેચના બીજા દિવસે 500 ટેસ્ટ વિકેટ પૂરી કર્યાના કલાકો બાદ રવિચંદ્રન અશ્વિનને તેની બીમાર માતાને જોવા માટે ચેન્નાઈ જવાની ફરજ પડી હતી. ગુરુવાર, 15 ફેબ્રુઆરીએ દિવસની રમત સમાપ્ત થયા પછી તે પ્રેસ કોન્ફરન્સમાં પણ દેખાયો હતો. તેના ઘરે જવાની માહિતી ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યે સામે આવી હતી. બીસીસીઆઈએ આ માહિતી આપી હતી.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT