KKR vs SRH in IPL 2024 Final: ફાઈનલ પહેલા કમિન્સની ચતુરાઈ! શું હવે હૈદરાબાદની જીત પાક્કી?

ADVERTISEMENT

KKR vs SRH
KKR vs SRH
social share
google news

KKR vs SRH in IPL 2024 Final: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 નો આજે ફાઈનલ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાય રહ્યો છે, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ટાઇટલ જીતવા માટેની ટક્કર ચાલી રહી છે. KKR ટીમની કમાન શ્રેયસ અય્યરના હાથમાં છે, જ્યારે પેટ કમિન્સ હૈદરાબાદ ટીમની કમાન સંભાળી રહ્યો છે. બંને સુકાનીઓએ IPL ટ્રોફી સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા હતા. પેટ કમિન્સે આ ફોટો સેશનમાં એક ચાલાકી બતાવી છે.

રોહિત સાથે વર્લ્ડ કપની ફ્લાઈટમાં કેમ ન ગયા હાર્દિક પંડ્યા? બન્ને વચ્ચે ડખો યથાવત્?

કમિન્સ હંમેશા ટ્રોફીની જમણી બાજુએ રહે છે

વાસ્તવમાં, આ તસવીરોમાં ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન કમિન્સ IPL ટ્રોફીની જમણી બાજુએ ઉભો છે. અગાઉ, તેની કપ્તાની હેઠળ, તેણે ઓસ્ટ્રેલિયન ટીમને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) અને ODI વર્લ્ડ કપ 2023 પણ જીતાડ્યો છે. શું તે સંયોગ છે કે કમિન્સનો અંધશ્રદ્ધા છે કે ડબલ્યુટીસી ફાઈનલ અને વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ફોટો સેશન દરમિયાન બંને વખત તે ટ્રોફીની જમણી બાજુએ ઉભો હતો. આ બંને ટાઈટલ મેચોમાં ઓસ્ટ્રેલિયા ભારત સાથે ટકરાતું હતું અને રોહિત શર્મા કમિન્સ સાથે કેપ્ટન તરીકે ઊભો જોવા મળ્યો હતો.

Rohit Sharma and Pat Cummins Cover

ADVERTISEMENT

શ્રેયસ આ વખતે કમિન્સને હરાવશે?


આ વખતે પણ આઈપીએલ ફાઈનલ પહેલા પેટ કમિન્સે આ જ યુક્તિ અજમાવી છે અને તે ફોટામાં આઈપીએલ ટ્રોફીની જમણી બાજુ ઉભો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તેની યુક્તિ કામ કરશે તો આ વખતે તે તેની આઈપીએલ ટીમ હૈદરાબાદને ચેમ્પિયન બનાવશે. જ્યારે શ્રેયસ પાસે આ સંયોગને તોડવાની તક છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): શ્રેયસ અય્યર (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, વૈભવ અરોરા, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

ADVERTISEMENT

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ અને ટી નટરાજન.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT