LSG vs PBKS: KL Rahul ને શું થયું? IPLની બીજી જ મેચમાં અચાનક છોડી કેપ્ટનશીપ

ADVERTISEMENT

KL Rahul
KL Rahul
social share
google news

LSG vs PBKS: IPL 2024 ની 11મી મેચ શનિવારે (30 માર્ચ) એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ (LSG vs PBKS) વચ્ચે રમાઈ. આ મેચ પહેલા ટોસ પ્રક્રિયા દરમિયાન બધાને આશ્ચર્ય થયું હતું, જ્યારે KL રાહુલની જગ્યાએ નિકોલસ પૂરન આવ્યો હતો. ધવન અને પુરનની હાજરીમાં ટોસ થયો હતો અને નિકોલસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ઈમ્પેક્ટ પ્લેયર તરીકે કે.એલ રાહુલ ટીમમાં

આ દરમિયાન નિકોલસ પૂરને કહ્યું કે, કેએલ રાહુલ ફરી એકવાર ઈજાગ્રસ્ત થયો છે અને તેના કારણે તે મેચની કેપ્ટનશીપ કરી રહ્યો નથી અને તે ટીમ માટે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે હાજર રહેશે.

આ પણ વાંચો: IPL 2024: વિરાટ કોહલીની વિસ્ફોટક બેટિંગ, Gayle અને de Villiers નો એકસાથે તોડ્યો રેકોર્ડ

શા માટે રાહુલ નથી કરી રહ્યો કેપ્ટનશિપ?

વાસ્તવમાં, KL રાહુલ લગભગ 2 મહિના પછી ઈજામાંથી બહાર આવ્યા બાદ ક્રિકેટના મેદાન પર જોવા મળ્યો હતો. IPL 2024માં લખનૌની ટીમને રાજસ્થાન રોયલ્સ સામેની તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કેએલ રાહુલ કેપ્ટન, વિકેટ કીપિંગ અને બેટિંગ કરતા જોવા મળ્યા હતા અને હવે પંજાબ કિંગ્સ સામે લખનૌની બીજી મેચમાં કેએલ રાહુલ ઈજાના કારણે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે હાજર છે.

ADVERTISEMENT

નિકોલસ પૂરન લખનૌની ટીમનો કેપ્ટન

પંજાબ કિંગ્સ સામેની મેચમાં નિકોલસ પુરન લખનૌની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પુરને ટોસ સમયે કહ્યું હતું કે, કેએલ રાહુલ ઈજામાંથી વાપસી કરી રહ્યો છે અને અમે તેને બ્રેક આપવા માંગીએ છીએ કારણ કે તે ઘણી લાંબી ટૂર્નામેન્ટ છે, પરંતુ તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે અમારી સાથે રહેશે.

આ પણ વાંચો: શાહરૂખ ખાનની IPL ટીમમાં વિદેશી ખેલાડીઓ ખુશ નથી? KKRથી રમેલા ક્રિકેટરનો ચોંકાવનારો દાવો

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં રાહુલ થયો હતો ઈજાગ્રસ્ત

તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામેની 4 ટેસ્ટ મેચમાંથી બહાર હતો. હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. પ્રથમ ટેસ્ટ દરમિયાન, કેએલ રાહુલને તેના જમણા ક્વાડ્રિસેપ્સમાં દુખાવો થયો હતો, જેના માટે તેણે અગાઉ વિદેશમાં સારવાર લીધી હતી. આ ઈજા બાદ તે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો હતો અને આ પછી તે આઈપીએલ 2024માં પ્રથમ મેચ રમવા આવ્યો હતો, પરંતુ આજે પંજાબ કિંગ્સ સામે, જેથી તેની ઈજા વધુ ગંભીર ન બને તે માટે તે માત્ર બેટિંગ કરતો જોવા મળશે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT