Kuldeep Yadav Marriage: ક્રિકેટર કુલદીપ યાદવનો લગ્નને મોટો ખુલાસો, શું બોલિવૂડ અભિનેત્રી બનશે દુલ્હન?
Kuldeep Yadav: T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પોત-પોતાના પરિવાર પાસે પરત ફર્યા છે. તમામ ખેલાડીઓ પોતાને અને પોતાના પરિવારને સમય આપી રહ્યા છે. વર્લ્ડ કપ જીત્યા બાદ તમામ ખેલાડીઓના નિવેદનો અને ઈન્ટરવ્યુ પણ સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT
Kuldeep Yadav: T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પોત-પોતાના પરિવાર પાસે પરત ફર્યા છે. તમામ ખેલાડીઓ પોતાને અને પોતાના પરિવારને સમય આપી રહ્યા છે. વર્લ્ડ કપ જીત્યા બાદ તમામ ખેલાડીઓના નિવેદનો અને ઈન્ટરવ્યુ પણ સામે આવી રહ્યા છે. હવે ટીમ ઈન્ડિયાના ચાઈનામેન બોલર કુલદીપ યાદવનો લેટેસ્ટ ઈન્ટરવ્યુ સામે આવ્યો છે. જેમાં તેમણે પોતાના લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે. એટલું જ નહીં તેમણે તેમના લગ્નને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે.
Bringing the World cup home 🏆🇮🇳 pic.twitter.com/VvPEZW9byz
— Kuldeep yadav (@imkuldeep18) June 29, 2024
લગ્ન પર કુલદીપ યાદવનું મોટું નિવેદન
ટી-20 વર્લ્ડ કપ 2024 બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિન બોલર કુલદીપ યાદવે એક મીડિયા ચેનલને ઈન્ટરવ્યુ આપતાં કહ્યું કે તેઓ બોલિવૂડની કોઈ અભિનેત્રી સાથે લગ્ન કરવાના નથી. કુલદીપ યાદવે કહ્યું છે કે બહુ જલ્દી બધાને ખુશ ખબરી મળવાની છે પરંતુ તે બોલિવૂડની કોઈ અભિનેત્રી નહીં હોય. મહત્વની વાત એ છે કે તે મારું અને મારા પરિવારનું ધ્યાન રાખે. કુલદીપ યાદવે સ્પષ્ટ કર્યું છે કે તેઓ બોલિવૂડની કોઈ અભિનેત્રી સાથે લગ્ન કરવાના નથી.
વર્લ્ડ કપ 2024માં કર્યું હતું શાનદાર પ્રદર્શન
T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆતી કેટલીક મેચોમાં કુલદીપ યાદવને તક મળી ન હતી, પરંતુ બાદમાં મોહમ્મદ સિરાજને બહાર કર્યા બાદ કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પછી કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરીર્યું. આ ટૂર્નામેન્ટમાં કુલદીપે ઘણી વિકેટો લીધી હતી. હાલમાં કુલદીપ યાદવ પોતાના હોમ ટાઉન કાનપુરમાં છે. વર્લ્ડ કપ જીતીને જ્યારે કુલદીપ યાદવ કાનપુર પહોંચ્યા, ત્યારે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT