IND vs SA Test: બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, પ્રેક્ટિસ દરમિયાન આ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs SA Test, Shardul Thakur: સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઇનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ભારતીય ટીમનું આફ્રિકાની ધરતી પર ફરી એકવાર ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. હવે ભારતીય ટીમ કેપટાઉન ટેસ્ટ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરવાનો પ્રયાસ કરશે.

આ ખેલાડી બીજી ટેસ્ટમાંથી બહાર રહી શકે છે!

ભારતીય ટીમ 3 જાન્યુઆરીથી શરૂ થનારી કેપટાઉન ટેસ્ટ મેચની તૈયારીમાં વ્યસ્ત છે. જોકે, પ્રેક્ટિસ સેશન દરમિયાન જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને નેટ્સમાં બેટિંગ કરતી વખતે ખભામાં ઈજા થઈ હતી. એવી શક્યતા છે કે શાર્દુલ કેપટાઉનમાં રમાનારી ટેસ્ટમાં રમી શકશે નહીં.

જો જરૂર પડશે તો શાર્દુલ ઠાકુરની ઈજાની ગંભીરતા સ્કેનથી જાણી શકાશે. આ સમગ્ર ઘટના નેટ સેશન શરૂ થયાના 15 મિનિટ પછી બની હતી. શાર્દુલ શોર્ટ બોલથી બચાવ કરી શક્યો ન હતો, જે બાદ બોલ તેના ખભા પર વાગ્યો હતો. બોલ તેને વાગતાની સાથે જ તે પીડાથી ચીસો પાડવા લાગ્યો હતો, જોકે મુંબઈના ઓલરાઉન્ડરે નેટ્સમાં બેટિંગ ચાલુ રાખી હતી.

ADVERTISEMENT

બેટિંગ પૂરી કર્યા પછી, ફિઝિયોએ તેના ખભા પર આઈસ પેક મૂક્યો અને તેણે નેટ્સમાં ફરીથી પ્રેક્ટિસ કરી નહીં. આશા છે કે શાર્દુલ જલ્દી ફિટ થઈ જશે. શાર્દુલ ઠાકુરે પ્રથમ ટેસ્ટમાં માત્ર 19 ઓવરમાં 101 રન આપ્યા હતા અને બેટિંગમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતું.

શમી-ઈશાન-ઋતુરાજ આઉટ થયા હતા

તમને જણાવી દઈએ કે ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા જ ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા હતા. મોહમ્મદ શમી ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારપછી ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનને પણ ટેસ્ટ શ્રેણીમાંથી હટી જવું પડ્યું હતું. દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઋતુરાજને આંગળીમાં ઈજા થઈ હતી, જ્યારે ઈશાને અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. ઈશાનની જગ્યાએ કેએસ ભરત અને ઋતુરાજની જગ્યાએ અભિમન્યુ ઈશ્વરને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે.

ADVERTISEMENT

દક્ષિણ આફ્રિકા સામેની ભારતની ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), અભિમન્યુ ઇશ્વરન, કે.એલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, અવેશ ખાન, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.

ADVERTISEMENT

ટેસ્ટમાં ભારત અને દક્ષિણ આફ્રિકાનો એકંદરે રેકોર્ડ

કુલ ટેસ્ટ મેચઃ 43
ભારત જીત્યું: 15
દક્ષિણ આફ્રિકા જીત્યું: 18
ડ્રો: 10

ટેસ્ટમાં ભારત-SAનો રેકોર્ડ (જ્યારે દક્ષિણ આફ્રિકામાં મેચો યોજાઈ)

કુલ ટેસ્ટ: 24
દક્ષિણ આફ્રિકા જીત્યું: 13
ભારત જીત્યું: 4
ડ્રો 7

    follow whatsapp

    ADVERTISEMENT