लाइव

India vs Pakistan LIVE Score: ભારતે પાકિસ્તાનને રગદોળ્યું, T20 વર્લ્ડ કપમાં સૌથી લોએસ્ટ ટોટલ ડિફેન્ડ કર્યો

ADVERTISEMENT

India vs Pakistan LIVE
India vs Pakistan LIVE
social share
google news

India vs Pakistan LIVE Score, T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે 9 જૂન (રવિવાર)ના રોજ શાનદાર મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 6 રનથી જીત મેળવી હતી. મેચમાં પાકિસ્તાનને જીતવા માટે 120 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે સાત વિકેટ ગુમાવીને 113 રન જ બનાવી શક્યું હતું. ભારતીય ટીમની જીતના હીરો જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા છે.

પાકિસ્તાનનું સ્કોરકાર્ડ (113-7/20 ઓવર)

બેટર રન બોલર  વિકેટ  
બાબર આઝમ 13 જસપ્રીત બુમરાહ   1-26 
 ઉસ્માન 13 અક્ષર પટેલ   2-57
ફખર ઝમાન 13 હાર્દિક પંડયા  3-73 
મુહમ્મદ રિઝવાન 31 જસપ્રીત બુમરાહ  4-80 
શાદાબ ખાન 4 હાર્દિક પંડયા   5-88
ઇફ્તિખાર અહેમદ 5 જસપ્રીત બુમરાહ 6-102 
ઈમાદ વસીમ 15 અર્શદીપ સિંહ  7-102 

ભારતીય ટીમનું સ્કોરકાર્ડ (119-10/19 ઓવર)

બેટર રન બોલર વિકેટ 
 વિરાટ કોહલી 4 નસીમ શાહ  1-12
 રોહિત શર્મા 13 શાહીન આફ્રિદી  2-19
અક્ષર પટેલ 20 નસીમ શાહ  3-58
સૂર્યકુમાર યાદવ 7 હારિસ રઉફ 4-89 
શિવમ દુબે 3 નસીમ શાહ 5-95 
રિષભ પંત 42  આમિર  6-96
રવીન્દ્ર જાડેજા 0  આમિર  7-96
હાર્દિક પંડ્યા 7 હારિસ રઉફ 8-112 
જસપ્રીત બુમરાહ 0 હારિસ રઉફ 9-112 
અર્શદીપ સિંહ 9 રન આઉટ  10-119

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

પાકિસ્તાન (PAK): બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઇફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન આફ્રિદી, હારિસ રઉફ, નસીમ શાહ અને મોહમ્મદ આમિર.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 01:08 AM • 10 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: પાકિસ્તાનને લાગ્યો સાતમો ઝટકો

    પાકિસ્તાનને સાતમો ઝટકો લાગ્યો છે, ઇમાદ વસીમ 15 રન બનાવી આઉટ થયો છે.

  • 01:07 AM • 10 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: બુમરાહે લીધી વિકેટ

    પાકિસ્તાનને છઠ્ઠો ઝટકો લાગ્યો છે, ઇફ્તિખાર અહેમદ 5 રન બનાવી થયો આઉટ થયો છે. 

  • 12:48 AM • 10 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: હાર્દિક પંડયાએ લીધી વિકેટ

    પાકિસ્તાનને પાંચમો ઝટકો લાગ્યો છે. શાદાબ ખાન 4 રન બનાવી આઉટ થયો છે, હાર્દિક પંડયાએ વિકેટ લીધી છે.

  • 12:39 AM • 10 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: જસપ્રીત બૂમરાહે ભારતને આપવી ચોથી સફળતા

    પાકિસ્તાનને ચોથો ઝટકો લાગ્યો છે, મોહમ્મદ રિઝવાન 31 રન બનાવી આઉટ થયો. જસપ્રીત બૂમરાહે રિઝવાનને બોલ્ડ કર્યો છે.

  • ADVERTISEMENT

  • 12:29 AM • 10 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: પાકિસ્તાનને લાગ્યો ત્રીજો ઝટકો

    પાકિસ્તાનને ત્રીજો ઝટકો લાગ્યો છે, ફકર ઝમાન 13 રન બનાવી આઉટ થયો છે. હાર્દિક પંડયાને સફળતા મળી છે. 

  • 12:23 AM • 10 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: મોહમ્મદ રિઝવાનને એલબીડબ્લ્યૂ આઉટ

    અક્ષર પટેલે ભારતને મોટી સફળતા અપાવી છે. તેણે 11મી ઓવરના પહેલા બોલ પર મોહમ્મદ રિઝવાનને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો.

  • ADVERTISEMENT

  • 12:04 AM • 10 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: જસપ્રીત બુમરાહે પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો

    જસપ્રીત બુમરાહે પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો છે. તેણે પાંચમી ઓવરમાં કેપ્ટન બાબર આઝમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. પાવરપ્લેમાં પાકિસ્તાનનો સ્કોર 35/1 છે. રિઝવાન 17 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 10:53 PM • 09 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: બે બોલમાં બે વિકેટ

    15મી ઓવરમાં મોહમ્મદ આમિરે સતત બે બોલમાં બે વિકેટ ગુમાવી હતી. તેણે પ્રથમ બોલ પર પંતને આઉટ કર્યો ત્યારપછી રવીન્દ્ર જાડેજાને આઉટ કર્યો હતો. 

  • 10:33 PM • 09 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: સૂર્યકુમાર યાદવ પણ આઉટ

    ભારતીય ટીમને લાગ્યો ચોથો ઝટકો, સૂર્યકુમાર યાદવ 8 બોલમાં માત્ર 7 રન જ બનાવી આઉટ થયો. 12મી ઓવરના બીજા બોલ પર મોહમ્મદ આમિરના હાથે હરિસના હાથે કેચ આઉટ થયો હતો. 

  • 10:27 PM • 09 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: રિષભ પંતે બદલ્યો ગિયર

    રિષભ પંતે દસમી ઓવરમાં હરિસ રઉફની ઓવરમાં  13 રન બનાવ્યા. સિંગલ સિવાય તેણે ચોગ્ગાની હેટ્રિક પણ ફટકારી હતી. 

  • 09:47 PM • 09 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: કોહલી બાદ રોહિત શર્મા પણ આઉટ

    ભારતે બીજી વિકેટ ગુમાવી છે. કેપ્ટન રોહિત શર્મા પણ લાંબી ઈનિગ રમી શક્યો નહીં, તેણે 12 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 13 રન બનાવ્યા હતા. શાહિને તેને ત્રીજી ઓવરના ચોથા બોલ પર રોહિતને આઉટ કર્યો હતો.

  • 09:38 PM • 09 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: વિરાટ કોહલી નસીમ શાહની જાળમાં ફસાયો

    ભારતની પહેલી વિકેટ વિરાટ કોહલીના રૂપમાં પડી છે. તેણે ત્રણ બોલમાં માત્ર 4 રન બનાવ્યા હતા. બીજી ઓવરના ત્રીજા બોલ પર નસીમ શાહે તેને પોતાની જાળમાં ફસાવી દીધો હતો. 

  • 09:25 PM • 09 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: મેચ 9.30 વાગ્યે શરૂ થશે

    વરસાદ રોકાયા બાદ કવર દૂર કરવામાં આવ્યા છે, મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે શરૂ થશે. હજુ સુધી ઓવરમાં કોઈ પણ જાતનો ઘટાડો કરવામાં આવ્યો નથી. 

  • 08:13 PM • 09 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: બન્ને ટીમની પ્લેઇંગ-11

    ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

    પાકિસ્તાન (PAK): બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઇફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન આફ્રિદી, હારિસ રઉફ, નસીમ શાહ અને મોહમ્મદ આમિર.

  • 08:08 PM • 09 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: પાકિસ્તાને ટૉસ જીતીને બોલિંગ લીધી

    T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે.  મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ પહેલા ન્યૂયોર્કમાં ભારે વરસાદને કારણે મેચ અડધો કલાક મોડી પડી હતી.

  • 07:56 PM • 09 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: જો વરસાદ આવે છે તો શું થશે?

    Accuweather મુજબ, આજે ન્યુયોર્કમાં વરસાદની 42% શક્યતા છે. જો મેચ વરસાદના કારણે ધોવાઇ જાય તો બંને ટીમોને એક-એક પોઇન્ટ મળશે. તમને જણાવી દઈએ કે ICCએ ગ્રુપ મેચો માટે રિઝર્વ ડે કે વધારાના સમયની કોઈ જોગવાઈ નથી કરી.

  • 07:44 PM • 09 Jun 2024
    IND vs PAK Match LIVE Score Update: મેચ પહેલા વરસાદ

    T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાવાની છે. પરંતુ આ પહેલા ન્યૂયોર્કમાં ભારે વરસાદ શરૂ થયો, જેના કારણે ટોસમાં વિલંબ થઈ રહ્યો છે. જો કે, વરસાદ બંધ થઈ ગયો છે, ટૉસ ટૂંક સમયમાં થઈ શકે છે. ગ્રુપ-A અંતર્ગત આ મેચ ન્યૂયોર્કમાં રમાઈ રહી છે.

  • 07:02 PM • 09 Jun 2024
    India vs Pakistan LIVE Score: ભારતની પ્લેઈંગ-11 શું હોય શકે?

    ટીમ કોમ્બિનેશનની વાત કરીએ તો ભારતીય ટીમ આ મેચમાં કોઈપણ ફેરફાર કર્યા વિના એન્ટ્રી કરી શકે છે. અક્ષર પટેલને તેની ઓલરાઉન્ડ ક્ષમતાના કારણે ફરી એકવાર કુલદીપ યાદવની જગ્યાએ પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. ન્યૂયોર્કની પિચ પર બોલરોનો દબદબો રહ્યો છે. આવી સ્થિતિમાં બેટિંગમાં મજબૂત હોવું કોઈપણ ટીમ માટે ફાયદાકારક સાબિત થશે. પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે પણ ટીમમાં અક્ષરને પ્રાધાન્ય આપવાની હિમાયત કરી છે. ન્યૂયોર્કની પિચની ખૂબ ટીકા થઈ રહી છે કારણ કે આ મેદાન પર અત્યાર સુધીની તમામ મેચો ઓછા સ્કોરવાળી રહી છે. ફાસ્ટ બોલિંગ માટે અનુકૂળ પિચ પર કુલદીપને મેદાન પર ઉતારવાના બદલે અક્ષરને સાથે રમવું ટીમ માટે ઉપયોગી થઈ શકે છે.

  • 07:01 PM • 09 Jun 2024
    India vs Pakistan LIVE Score: ડ્રોપ-ઇન પિચ શું છે?

    ડ્રોપ ઇન પિચ મેદાન અથવા સ્થળથી દૂર ક્યાંક બનાવવામાં આવે છે અને બાદમાં સ્ટેડિયમમાં લાવવામાં આવે છે. ફ્લોરિડામાં ડિસેમ્બરથી દસ ડ્રોપ-ઇન પિચ બનાવવામાં આવી રહી છે. આ પીચો એડિલેડ ઓવલ ટર્ફ સોલ્યુશન્સના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી રહી છે જેનું નેતૃત્વ એડિલેડ ઓવલના ચીફ ક્યુરેટર ડેમિયર હોગ કરે છે. 

    આજની પિચને લઈ ભારતીય ટીમ નારાજ વધુ વાંચો:-  T20 World Cup 2024 IND vs PAK: ડ્રોપ-ઇન પિચ શું છે? જેના કારણે બગડ્યો ભારતીય ટીમનો મૂડ

  • 06:55 PM • 09 Jun 2024
    India vs Pakistan LIVE Score: ભારત-પાકિસ્તાનની લાઇવ મેચ ફ્રિમાં કેવી રીતે જોઈ શકાય?

    ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. કેટલાય સમયથી ફેન્સ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં કેટલાક લોકો હશે કે પ્રશ્ર થતો હશે કે આ મેચ ક્યાં અને કેવી રીતે ફ્રી માં લાઈવ જોઈ શકાય, તો તેવા ક્રિકેટપ્રેમીઓ માટે આ એહવાલ કામનો છે.

    ફ્રિમાં લાઈવ જોવા માટે અહી ક્લિક કરો

follow whatsapp

ADVERTISEMENT