IND vs PAK: ટીવી રિચાર્જ કે મોબાઇલ સબ્સક્રિપ્શન વગર ભારત-પાકિસ્તાનની લાઇવ મેચ જોવો છે?
IND vs PAK Live Streaming: આવતી કાલે T20 વર્લ્ડ કપ 2024 નો મહામુકાબલો ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ મેચ રવિવારે રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
ADVERTISEMENT
IND vs PAK Live Streaming: આવતી કાલે T20 વર્લ્ડ કપ 2024 નો મહામુકાબલો ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ મેચ રવિવારે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. કેટલાય સમયથી ફેન્સ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં કેટલાક લોકો હશે કે પ્રશ્ર થતો હશે કે આ મેચ ક્યાં અને કેવી રીતે ફ્રી માં લાઈવ જોઈ શકાય, તો તેવા ક્રિકેટપ્રેમીઓ માટે આ એહવાલ કામનો છે.
લાઈવ ક્યાં જોઈ શકાય?
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી T20 વર્લ્ડ કપ 2024 મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ટીવી પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો.
મોબાઈલ લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?
આ રમાનારી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 'ફ્રી' હશે. જો કે, માત્ર મોબાઈલ યુઝર્સ જ ફ્રી લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકશે.
ADVERTISEMENT
T20 World Cupમાં ભારતનો પાકિસ્તાન પર દબદબો, 2007થી 2022 વચ્ચે બંને ટીમનો કેવો છે રેકોર્ડ?
ભારતે પ્રથમ મેચ જીતી, પાકિસ્તાન શરૂઆતી મેચ હાર્યું
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો પોતાની બીજી મેચ રમવા માટે આમને-સામને થશે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 8 વિકેટે જીત મેળવી હતી. બીજી તરફ, પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ યજમાન અમેરિકા સામે રમી હતી. આ મેચમાં પાકિસ્તાનને સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
સંભવિત ટીમ
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, હરેશ પંડ્યા. , મોહમ્મદ સિરાજ.
ADVERTISEMENT
પાકિસ્તાન ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર જમાન, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સામ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી અને ઉસ્માન ખાન.
ADVERTISEMENT
ADVERTISEMENT