IND vs AUS Final: ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં સુરક્ષામાં મોટી ચૂક, પેલેસ્ટાઈનના ધ્વજ સાથે કોહલી સુધી પહોંચ્યો યુવક
IND vs AUS World Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. આ મેચમાં ભારતીય ટીમ…
ADVERTISEMENT
IND vs AUS World Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવી હતી. ચાલુ મેચ દરમિયાન ઇનિંગની 14મી ઓવરમાં પેલેસ્ટાઈન સમર્થક મેદાનમાં ઘુસી ગયો હતો. આ સમર્થક વિરાટ કોહલી તરફ દોડ્યો હતો અને ક્રિઝ સુધી પહોંચીને વિરાટને ભેટી પડ્યો હતો. ખાસ વાત એ છે કે આ યુવકે પેલેસ્ટાનના સમર્થનમાં ટી-શર્ટ પહેર્યું હતું.
Police arrested the Palestine supporter who breached the security to enter the ground. pic.twitter.com/glpqFy7X27
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023
યુવકના હાથમાં પેલેસ્ટાઈનનો ધ્વજ હતો
આ ઘટના બાદ વિરાટ કોહલી અને આ ફેન્સની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. આ ફેનના હાથમાં પેલેસ્ટાઈનનો ધ્વજ પણ હતો અને તેના ટી-શર્ટની પાછળ ફ્રી પેલેસ્ટાઈન પણ લખેલું હતું. જ્યારે આ વ્યક્તિ મેદાનમાં પ્રવેશ્યો તો વિરાટ અને રાહુલ તેને ધક્કો મારવા લાગ્યા. ત્યારબાદ થોડી વારમાં સુરક્ષાકર્મીઓ આવ્યા અને આ વ્યક્તિને મેદાનમાંથી બહાર લઈ ગયા.
ADVERTISEMENT
A fan tried to hug Virat Kohli in the World Cup final. pic.twitter.com/0NP031l6Sq
— Johns. (@CricCrazyJohns) November 19, 2023
ADVERTISEMENT