હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર વચ્ચે બધુ ઠીક નથી? શ્રીલંકા રવાના થતા પહેલા પૂર્વ કેપ્ટનનો VIDEO વાઈરલ

ADVERTISEMENT

Hardik Pandya and Suryakumar
Hardik Pandya and Suryakumar
social share
google news

Hardik Pandya and Suryakumar Yadav: જ્યારે શ્રીલંકા સામેની 3 મેચની T20 શ્રેણી માટે હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો, ત્યારે ફેન્સે કહેવાનું શરૂ કર્યું હતું કે બંને ખેલાડીઓ વચ્ચેના સંબંધો બગડશે. પરંતુ હાર્દિક પંડ્યાએ શ્રીલંકા પ્રવાસ પર જતા પહેલા સૂર્યાને ગળે લગાવીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. T20 વર્લ્ડ કપ 2024 પછી રોહિત શર્માએ આ ફોર્મેટને અલવિદા કહી દીધું. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન માનવામાં આવી રહ્યો હતો પરંતુ ઈજાના કારણે પસંદગીકારોએ તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ સોંપી હતી.

BCCIએ જાહેર કર્યો વીડિયો

BCCIએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બંને ખેલાડીઓ એરપોર્ટ પર જોઈ શકાય છે. આવી સ્થિતિમાં બંનેએ એકબીજાને જોતાં જ ગળે લગાવી લીધા. તેમનો હગ કરતો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. બંને આઈપીએલમાં એક જ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર પસંદગીકારોએ આ વાત કહી હતી કે, તેમને એવા કેપ્ટનની જરૂર છે જે ટીમ ઈન્ડિયા માટે નિયમિત રમે અને વધારે ઈજાગ્રસ્ત ન થાય. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ તેમાં ફિટ બેસે છે. તમને જણાવી દઈએ કે, રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો હતો પરંતુ ODI વર્લ્ડ કપ 2023માં પગની ઘૂંટીમાં ઈજા થતાં તેનું કરિયર પલટાઈ ગયું.

ADVERTISEMENT

સૂર્યાને કેમ કેપ્ટન બનાવવામાં આવ્યો

ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે શ્રીલંકા પ્રવાસ પર રવાના થતા પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ અંગે કહ્યું કે સૂર્યકુમાર યાદવ આ પદ માટે હકદાર છે અને લાયક ઉમેદવાર છે. તેણે અમારા માટે શાનદાર બેટિંગ કરી છે. અમને લાગે છે કે સૂર્યકુમાર યાદવમાં કેપ્ટન બનવા માટે જરૂરી તમામ ગુણો છે.

હાર્દિક પંડ્યા અંગે અગરકરે કહ્યું કે તે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. તેની પાસે જે કૌશલ્યો છે તે તદ્દન અલગ છે અને તે જ આપણને તેની પાસેથી જોઈએ છે. ફિટનેસ તેના માટે હંમેશા સંઘર્ષની વાર્તા રહી છે. આવી સ્થિતિમાં પસંદગીકાર તરીકે અમારા માટે ઘણું મુશ્કેલ બની જાય છે. અમે તે ખેલાડીને સુકાની બનાવવા માગતા હતા જે ફિટ હોય અને લાંબા સમય સુધી ઉપલબ્ધ હોય.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT