રોહિત શર્માને MI ના કેપ્ટન પદેથી કેમ હટાવાયો? જુઓ Hardik Pandya અને કોચે શું પ્રતિક્રિયા આપી

ADVERTISEMENT

Rohit Sharma
Rohit Sharma
social share
google news

IPL 2024 Hardik Pandya: રોહિત શર્મા (Rohit Sharma) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝનમાં બેટ્સમેન તરીકે રમતો જોવા મળશે. IPL 2024 પહેલા, રોહિતને મુંબઈ ઈન્ડિયન્સ (MI) દ્વારા કેપ્ટનશિપની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. IPLની છેલ્લી બે સિઝનમાં હાર્દિક ગુજરાત ટાઇટન્સ (GT)નો કેપ્ટન હતો.

આ પણ વાંચો: Exclusive: AAP પર કેમ ગુસ્સે થયા યુવરાજસિંહ જાડેજા?, Gujarat Tak સાથેની ખાસ વાતચીતમાં કર્યા મોટા ધડાકા

રોહિતના સવાલ પર હાર્દિક-બાઉચરે મૌન સેવ્યું

મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ સંભાળ્યા બાદ હાર્દિક પંડ્યાએ પહેલીવાર પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન હાર્દિક અને મુખ્ય કોચ બાઉચરને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એવો પણ સવાલ હતો જેનો હાર્દિકે જવાબ આપ્યો ન હતો. સવાલ એ હતો કે- મેનેજમેન્ટે રોહિત શર્માને બદલે હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી આપવાનું શું કારણ હતું?

આ સવાલ પર હાર્દિક પંડ્યાએ મૌન સેવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ બાઉચરે પણ આ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો અને આગળનો પ્રશ્ન પૂછવાનું કહ્યું હતું. જોકે, હાર્દિક પંડ્યાએ રોહિત શર્મા સાથે જોડાયેલા બાકીના સવાલોના જવાબ ચોક્કસથી આપ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ પુષ્ટિ કરી કે IPL 2024 ની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સોમવારે (18 માર્ચ) ના રોજ તેમની પ્રથમ પ્રેક્ટિસ મેચ રમશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: સુરતનો કરૂણ કિસ્સો, દીકરીને હવામાં ઉછાળી રમાડી રહ્યાં પિતા કેચના કરી શકતા 3 વર્ષની બાળકીનું મોત

રોહિતની કેપ્ટનશીપના કર્યા વખાણ

હાર્દિકે કહ્યું, 'સૌથી પહેલા, આ કંઈ અલગ નથી થવા જતું કારણ કે જો મને કોઈ મદદની જરૂર હશે, તો રોહિત ત્યાં હશે. ઉપરાંત, તે ભારતીય ટીમનો કેપ્ટન છે. તેણે જે પોતાની કપ્ટનશીપમાં હાંસેલ કર્યું છે હું તેને આગળ લઈ જવા માંગુ છું. આ એક સારો અનુભવ હશે. મેં મારી આખી કારકિર્દી તેની કેપ્ટનશીપમાં રમી છે. હું જાણું છું કે આખી સીઝન દરમિયાન તેનો હાથ હંમેશા મારા ખભા પર રહેશે.

અમે ફેન્સનું સન્માન કરીએ છીએઃ હાર્દિક

હાર્દિક પંડ્યાએ કહ્યું, 'સાચું કહું તો અમે ચાહકોનું સન્માન કરીએ છીએ, સાથે જ અમે રમત પર ધ્યાન આપીએ છીએ. હું ચાહકોનો ખૂબ જ આભારી છું. તે જે કહે તે કહેવાનો તેમને પૂરો અધિકાર છે, હું તેમના અભિપ્રાયનું સન્માન કરું છું. ઉપરાંત, અમે સારું પ્રદર્શન કરવા પર ધ્યાન આપીશું.

ADVERTISEMENT

આ પણ વાંચો: Big News: ચૂંટણી પહેલા EC એક્શનમાં! UP-ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ

હાલમાં IPL 2024ની પ્રથમ 21 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. IPL 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. 17 દિવસના સમયગાળામાં કુલ 21 મેચો રમાશે. આ 21 મેચો 10 શહેરોમાં રમાશે. IPL 2024માં પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ફાફ ડુ પ્લેસિસની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે 22 માર્ચે રાત્રે 8 વાગ્યે રમાશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT