Big News: ચૂંટણી પહેલા EC એક્શનમાં! UP-ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ

ADVERTISEMENT

LokSabhaElections2024
લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા ચૂંટણી પંચની કડક કાર્યવાહી
social share
google news

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવવાના આદેશ આપ્યા છે. 6 રાજ્યોના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા છે. તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા ચૂંટણી પંચની કડક કાર્યવાહી

ચૂંટણી પંચનું કહેવું છે કે, ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે લોકસભા ચૂંટણી 2024 સમાન સ્તરે યોજવામાં આવશે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને રાજ્યની 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ફરજ પરથી હટાવી દીધા હતા. આ સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલની સાથે એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે મિઝોરમ અને હિમાચલ પ્રદેશના GAD સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે.

Lok Sabha Election 2024: દેશમાં 7 ચરણોમાં યોજાશે લોકસભા ચૂંટણી, ગુજરાતમાં કઈ તારીખે થશે મતદાન?

ગુજરાતના ગૃહ સચિવ કોણ છે?

હાલ ગુજરાતના ગૃહ સચિવ તરીકે પંકજ જોશી ફરજ બજાવી રહ્યા છે. પંકજ જોશી વર્ષ 1989 બેચના IAS ઑફિસર છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.નિર્વિવાદીત  છબી ઘરાવતા પંકજ જોશી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોષીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT