GT vs MI: મેચ હાર્યા બાદ ગળે લાગવા આવ્યો Hardik Pandya, રોહિતે બધા સામે ઠપકો આપ્યો
IPL 2024 GT vs MI: IPL 2024 ની પાંચમી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે રમાઈ હતી.
ADVERTISEMENT
IPL 2024 GT vs MI: IPL 2024 ની પાંચમી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાને (Hardik Pandya) લઈને ઘણો હોબાળો થયો હતો. વાસ્તવમાં, હાર્દિકને રોહિત શર્માની જગ્યાએ (Rohit Sharma) MIનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પંડ્યા ગત સિઝન સુધી ગુજરાત ટાઇટન્સ સાથે હતો. આ સિઝન પહેલા તેને મુંબઈમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. તેથી બંને ફ્રેન્ચાઇઝીના ચાહકો હાર્દિક પંડ્યાથી નારાજ છે અને અમદાવાદમાં પણ તેની હૂટીંગ થઈ હતી.
આ પણ વાંચો: IPL 2024, MI Vs GT Score: ચાલુ મેચે મેદાનમાં શ્વાન ઘુસ્યુ, લોકોએ 'હાર્દિક...હાર્દિક'ના લગાવ્યા નારા
હાર્દિકના નિર્ણયથી ફેન્સ નારાજ
મેચ દરમિયાન હાર્દિકે કેટલાક વિચિત્ર નિર્ણયો પણ લીધા હતા. તેણે 30 યાર્ડ સર્કલથી રોહિત શર્માને પણ ફિલ્ડિંગ માટે બાઉન્ડ્રી પર મોકલ્યો હતો. જોકે, મેચ પૂરી થયા બાદ હાર્દિક પંડ્યા પૂર્વ કેપ્ટન રોહિત શર્માને ગળે લગાવવા ગયો હતો, જે તેને ખૂબ મોંઘુ પડ્યું હતું. હિટમેને પંડ્યાને મેદાન પર જ ઠપકો આપ્યો હતો.
આ પણ વાંચો: IPL 2024: અમદાવાદમાં નહીં, અહીં રમાશે ફાઈનલ મેચ! સામે આવ્યું મોટું અપડેટ
રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને ઠપકો આપ્યો
વાસ્તવમાં, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ પછીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક પાછળથી આવે છે અને રોહિત શર્માને ગળે લગાવે છે. જોકે રોહિત તેને ત્યાં કઈ કહી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે.
ADVERTISEMENT
રોહિતે જોયું કે તેને હગ કરનાર પંડ્યા છે, તે તરત જ ઠપકો આપવા લાગ્યો. જો કે, રોહિત શર્મા જે રીતે તેને ઠપકો આપે છે, તેનાથી લાગે છે કે તે મેચમાં હાર્દિક (કેપ્ટન તરીકે) દ્વારા કરવામાં આવેલી ભૂલો પર હાર્દિકને સમજાવી રહ્યો છે. જો કે, જ્યારે રોહિત તેના પર ગુસ્સે થવા લાગે છે, ત્યારે પાછળ ઉભેલા રાશિદ ખાન અને આકાશ અંબાણી પણ જોવા લાગે છે. બંનેની પ્રતિક્રિયા પણ વીડિયોમાં કેદ કરવામાં આવી છે.
ADVERTISEMENT