IPL 2024, MI Vs GT Score: ચાલુ મેચે મેદાનમાં શ્વાન ઘુસ્યુ, લોકોએ 'હાર્દિક...હાર્દિક'ના લગાવ્યા નારા

ADVERTISEMENT

IPL 2024, MI Vs GT Score
ચાલુ મેચે મેદાનમાં શ્વાન ઘૂસ્યુ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રવિવારે અમદાવાદના સ્ટેડિયમમાં રમાઈ મેચ

point

GT અને MI વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ

point

ગુજરાતની ટીમે 6 રનથી જીત મેળવી

IPL 2024, MI Vs GT Score: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં રવિવારે (24 માર્ચ)ના રોજ ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શુભમન ગિલની કેપ્ટન્સીમાં ગુજરાતની ટીમે 6 રનથી જીત મેળવી હતી.

કૂતરું ઘુસી જતા મેચ રોકવી પડી

પરંતુ આ મેચમાં ઘણી એવી ઘટનાઓ બની, જેણે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી. સૌથી પહેલા તો ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની પહેલી ઈનિંગમાં એક શ્વાન (કૂતરુ) મેદાનમાં ઘુસી ગયું હતું, જેના કારણે મેચને થોડીવાર માટે રોકવી પડી હતી. 

સ્ટેડિયમમાં લોકોએ લગાવ્યા નારા

જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાનમાં ચાલુ મેચે શ્વાન ઘુસ્યુ અને મેદાનમાં દોડવા લાગ્યું ત્યારે મેચ જોવા સ્ટેડિયમમાં બેઠેલા લોકોએ 'હાર્દિક...હાર્દિક'ના નારા લગાવ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

ADVERTISEMENT

ગુજરાત ટાઈન્સની બેટિંગ દરમિયાન બની ઘટના

શ્વાન મેદાનમાં ઘુસી જતાં ગ્રાઉન્ડ સ્ટાફ તરત જ મેદાનમાં આવી ગયો અને શ્વાનને બહાર કાઢ્યું હતું. આ સમગ્ર ઘટના ગુજરાત ટાઈટન્સની ઈનિંગ દરમિયાન 15મી ઓવરમાં બની હતી. ત્યારે સાઈ સુદર્શન અને ડેવિડ મિલર બેટિંગ કરી રહ્યા હતા. હાર્દિક પંડ્યા પોતે બોલિંગ કરી રહ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT