વિરાટ કોહલી સાથે સંબંધો અંગે ગંભીરનો મોટો ધડાકો, કોચ બનતા જ કરી ચોખ્ખી વાત
ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલી સાથેના પોતાના સંબંધો વિશે સ્પષ્ટ વાત કરી હતી. ગંભીરે કોહલી વિશે સીધું કહ્યું હતું કે, "વિરાટ કોહલી સાથે મારો સંબંધ અમારા બંને વચ્ચેનો છે, ટીઆરપી માટે નહીં."
ADVERTISEMENT
Gautam Gambhir on Virat kohli : ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલી સાથેના પોતાના સંબંધો વિશે સ્પષ્ટ વાત કરી હતી. ગંભીરે કોહલી વિશે સીધું કહ્યું હતું કે, "વિરાટ કોહલી સાથે મારો સંબંધ અમારા બંને વચ્ચેનો છે, ટીઆરપી માટે નહીં."
પ્રેસ સાથે વાત કરતા ગંભીરે કહ્યું, "વિરાટ કોહલી સાથે અમારો કેવો સંબંધ છે, તે TRP માટે નથી. અત્યારે અમે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ, અમે 140 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. મેદાનની બહાર અમારો તેની સાથે સારો સંબંધ છે. પરંતુ તે જનતા માટે નથી. એ મહત્વનું નથી કે હું તેની સાથે રમત દરમિયાન અથવા પછી કેટલી વાત કરી છે. તે સંપૂર્ણ પ્રોફેશનલ છે, વર્લ્ડ ક્લાસ એથ્લેટ છે અને આશા છે કે તે આ રીતે જ રહેશે."
જો ફિટનેસ સારી રહેશે તો 2027નો વર્લ્ડ કપ રમી શકે છે
આ સિવાય ગંભીરે કોહલી અને રોહિતના ભવિષ્ય વિશે પણ વાત કરી અને કહ્યું, "વિરાટ અને રોહિત બંને પાસે હજુ ઘણું ક્રિકેટ બાકી છે, તેઓ વર્લ્ડ ક્લાસ છે, કોઈપણ ટીમ આ બંનેને સામેલ કરી શકે છે - ચેમ્પિયન્સ ટ્રોફી છે, ઓસ્ટ્રેલિયા સીરીઝ છે કે પછી ફિટનેસ સારી રહેશે તો 2027નો વર્લ્ડ કપ રમી શકે છે."
આ પણ વાંચો
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Hardik Pandyaની જગ્યાએ Shubman Gill ને કેપ્ટન કેમ બનાવાયો? મળી ગયો જવાબ
મોહમ્મદ શમી ક્યારે વાપસી કરી શકશે?
પ્રેસ સાથે વાતચીત દરમિયાન ગંભીરે મોહમ્મદ શમીની વાપસી અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ગંભીરે કહ્યું હતું કે, "તેણે બોલિંગ શરૂ કરી દીધી છે. પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બરે છે. હંમેશાથી એ લક્ષ્ય હતું કે તે સમય સુધી તે ટીમમાં પરત ફરે. શું તેઓ તે સમય સુધીમાં ટીમમાં વાપસી કરી શકશે, આ અંગે મારે એનસીએના લોકો સાથે વાત કરવી પડશે."
ADVERTISEMENT
ADVERTISEMENT