Hardik Pandyaની જગ્યાએ Shubman Gill ને કેમ બનાવાયો ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન? મળી ગયો જવાબ

Gujarat Tak

ADVERTISEMENT

Shubman Gill
Shubman Gill
social share
google news

Shubman Gill and Hardik Pandya: ટીમ ઈન્ડિયા શ્રીલંકા ટૂર પર નીકળે તે પહેલા ચીફ સિલેક્ટર અજીત અગરકરે નવા હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પ્રેસ કોન્ફરન્સમાં ઘણા મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમણે શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો નવો વાઇસ કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો અને હાર્દિક પંડ્યાને આ જવાબદારી કેમ આપવામાં ન આવી તેવા સવાલનો પણ જવાબ આપ્યો હતો. અગરકરે આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરીને તમામ મૂંઝવણ દૂર કરી હતી.

હાર્દિક કરતા ગિલને વધુ મહત્વ શા માટે?

શુભમન ગિલને T20 અને ODI શ્રેણી માટે શ્રીલંકા પ્રવાસ પર ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, પસંદગીકારોએ ગિલ પર વિશ્વાસ દર્શાવ્યો છે અને તેને ટીમના લીડરશિપ ગ્રુપમાં જોઈ રહ્યા છે. રોહિત શર્મા વનડેનો કેપ્ટન છે જ્યારે સૂર્યકુમાર યાદવને ટી-20નો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં અગરકરે કહ્યું કે શુભમન ગિલ એક એવો વ્યક્તિ છે જે ત્રણેય ફોર્મેટનો ખેલાડી છે.

ગિલમાં જોવા મળી કેપ્ટનશીપની ક્વોલિટી

અગરકરે ગિલ વિશે વધુમાં કહ્યું હતું કે, તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાને સાબિત કર્યો છે અને પોતાની પ્રતિભા બતાવી છે. આવી સ્થિતિમાં, આ અમે ડ્રેસિંગ રૂમમાંથી સાંભળ્યું છે કે તેની અંદર કેપ્ટનશિપની ક્વોલિટી છે. અમે તેને ટેસ્ટ કરવા અને તેને અનુભવ આપવા માંગીએ છીએ.

ADVERTISEMENT

આ ખેલાડીઓના કારણે ગિલને વાઇસ કેપ્ટનશિપ મળી

અગરકરે વધુમાં કહ્યું કે, હાર્દિક પંડ્યા 2023ના ODI વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં, અમે નથી ઈચ્છતા કે રોહિત-હાર્દિક જેવી સ્થિતિ ભવિષ્યમાં પણ બને. તે સમયે રોહિત ત્યાં હતો અને તેણે T20 વર્લ્ડ કપની કેપ્ટનશિપ કરી હતી. એવામાં ફરી ક્યારેય આવું ન થાય, એટલા માટે અમે ગિલને કેપ્ટન બનાવ્યો.

અગરકરે અહીં ઋષભ પંતની પણ ચર્ચા કરી અને કહ્યું કે, તેને એક ખેલાડી તરીકે ટીમમાં લાવવો મહત્વપૂર્ણ છે. તે એક વર્ષથી વધુ સમયથી ક્રિકેટથી દૂર હતો. આવી સ્થિતિમાં અમે તેના પર વધારે દબાણ કરવા માંગતા ન હતા. કેએલ રાહુલ વિશે અગરકરે કહ્યું કે, તે T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ નથી અને આ દરમિયાન ગિલે પોતાને સાબિત કરી બતાવ્યો છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT