BREAKING NEWS: ટીમ ઈન્ડિયાનો હેડ કોચ અને સપોર્ટ સ્ટાફને લઈને BCCIએ લીધો મોટો નિર્ણય
Rahul Dravid remain Team India Head Coach: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો અંત આવ્યો છે. રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ જ રહેશે,…
ADVERTISEMENT
Rahul Dravid remain Team India Head Coach: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો અંત આવ્યો છે. રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ જ રહેશે, BCCIએ ટીમ ઈન્ડિયા (સીનિયર મેન)ના મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફ માટે કોન્ટ્રાક્ટ વધારવાની જાહેરાત કરી છે. તો દ્રવિડની સાથે ટીમ ઈન્ડિયાના સહયોગી સ્ટાફ (સીનિયર પુરુષ) માટે કોન્ટ્રાક્ટને પણ લંબાવવામાં આવ્યો છે.
NEWS 🚨 -BCCI announces extension of contracts for Head Coach and Support Staff, Team India (Senior Men)
More details here – https://t.co/rtLoyCIEmi #TeamIndia
— BCCI (@BCCI) November 29, 2023
તાજેતરમાં જ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 બાદ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થયો હતો. તેનો સમયગાળો પૂરો થયા બાદ BCCIએ રાહુલ દ્રવિડ સાથે ચર્ચા કરી હતી. જે બાદ રાહુલ દ્રવિડ સર્વસંમતિથી પોતાનો કાર્યકાળ વધારવા માટે સંમત થયા હતા. આ દરમિયાન BCCIએ દ્રવિડ રાહુલના વખાણ કર્યા હતા. બોર્ડે NCAના વડા અને સ્ટેન્ડ-ઇન હેડ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણની પણ પ્રશંસા કરી હતી.
ADVERTISEMENT
બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું, “રાહુલ દ્રવિડની દૂરંદેશી અને કઠોર પ્રયત્નો ટીમ ઈન્ડિયાની સફળતામાં મુખ્ય આધારસ્તંભ છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે, રાહુલ દ્રવિડમાં માત્ર પડકારો સ્વીકારવાની જ નહીં પરંતુ આગળ વધવાની ક્ષમતા પણ છે. તેમની વૃદ્ધિ માટે પણ વખાણ કરવામાં આવે છે.” બિન્નીએ આગળ કહ્યું- ભારતીય ટીમનું પ્રદર્શન તેમના વ્યૂહાત્મક માર્ગદર્શનનો પુરાવો છે. હું ખુશ છું કે તેણે મુખ્ય કોચ રહેવાની ઓફર સ્વીકારી લીધી છે.
ADVERTISEMENT