CSK આ દિગ્ગજ ખેલાડીઓને તગડી મૂકશે? મેગા ઓક્શન પહેલા સામે આવી મોટી અપડેટ
Indian Premier League 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે આ વખતે મેગા ઓક્શનની તૈયારીઓ ચાલી રહી છે. આ પહેલા જ ટીમોએ તેમના ઘણા ખેલાડીઓને રિલીઝ કરવા પડશે. IPLની સૌથી સફળ ટીમ ગણાતી ચેન્નાઈ સુપર કિંગ્સમાં પણ આ વખતે મોટો બદલાવ જોવા મળી શકે છે.
ADVERTISEMENT

Indian Premier League 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે આ વખતે મેગા ઓક્શનની તૈયારીઓ ચાલી રહી છે. આ પહેલા જ ટીમોએ તેમના ઘણા ખેલાડીઓને રિલીઝ કરવા પડશે. IPLની સૌથી સફળ ટીમ ગણાતી ચેન્નાઈ સુપર કિંગ્સમાં પણ આ વખતે મોટો બદલાવ જોવા મળી શકે છે. ટીમમાંથી ઘણા ખેલાડીઓને રિલીઝ કરી શકાય છે. આમાં દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ છે. ચાલો આ રિપોર્ટમાં જાણીએ કે કયા દિગ્ગજ ખેલાડીઓને ટીમ આ વખતે બહારનો રસ્તો બતાવી શકે છે.
રવિન્દ્ર જાડેજા
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાને મેગા ઓક્શન પહેલા રિલીઝ કરી શકે છે. રવિન્દ્ર જાડેજાએ ગત IPLમાં કુલ 11 મેચ રમી હતી, જેમાં તેમણે 142ની સ્ટ્રાઈકથી 267 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા લાંબા સમયથી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે. CSK માટે રવિન્દ્ર જાડેજાને 16 કરોડ રૂપિયામાં રિટેન કરવા મુશ્કેલ બનશે. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજાનું આ વખતે CSKમાંથી પત્તુ કપાય તે લગભગ નિશ્ચિત છે. જોકે, ટીમ તેમને ફરીથી હરાજીમાં પોતાની સાથે જોડી શકે છે.
અજિંક્ય રહાણે
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે અજિંક્ય રહાણેને પણ ચેન્નાઈ સુપર કિંગ્સ IPLના મેગા ઓક્શન પહેલા બહારનો રસ્તો બતાવી શકે છે. અજિંક્ય રહાણેએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 12 મેચમાં માત્ર 242 રન જ બનાવ્યા છે. તેમણે ટીમ માટે અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી. આ ખરાબ પ્રદર્શનને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ તેમને ટીમમાં રિટેન કરે તેવી શક્યતા ઓછી છે.
ADVERTISEMENT
રચિન રવિન્દ્ર
ન્યુઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન રચિન રવિન્દ્રને પણ ચેન્નાઈ સુપર કિંગ્સ આ વખતે બહાર કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે તેમને પહેલી જ યાદીમાં રિલીઝ કરવામાં આવશે. રચિન રવિન્દ્રએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 10 મેચમાં 160.86ના સ્ટ્રાઈક રેટથી 222 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં આ વખતે ટીમ તેમને રિલીઝ કરવાની તૈયારીમાં છે.
સિમરજીત સિંહ
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ફાસ્ટ બોલર સિમરજીત સિંહને પણ રિલીઝ કરવાની તૈયારીમાં છે. સિમરજીતસિંહ IPLની ગત સિઝનમાં સૌથી મોંઘા સાબિત થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સ આ વખતે પોતાની બોલિંગમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. તેથી માનવામાં આવે છે કે સિમરજીત સિંહ સિવાય અન્ય બોલરોને પણ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT