David Warner retirement: ઓસ્ટ્રેલીયા બહાર થતાં આ દિગ્ગજ ખેલાડીનું તૂટયું દિલ, જાહેર કરી નિવૃત્તિ

ADVERTISEMENT

David Warner retirement
David Warner retirement
social share
google news

T20 World Cup 2024: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન અને ધમાકેદાર ઓપનર ડેવિડ વોર્નરે 15 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂક્યું છે. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવતાં જ ઓસ્ટ્રેલિયા નબળા નેટ રન રેટના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયા ઉપરાંત બાંગ્લાદેશની ટીમ પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં વોર્નરે તેની છેલ્લી મેચ ભારત સામે રમી હતી અને હવે તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. વોર્નરે તેની છેલ્લી ODI વર્લ્ડ કપ મેચ નવેમ્બરમાં રમી હતી. છેલ્લી ટેસ્ટ મેચ આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાન સામે રમાઈ હતી.

વોર્નરે જાહેર કરી નિવૃત્તિ (David Warner retirement)

વોર્નરે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે T20 વર્લ્ડ કપ તેની કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. જો કે વોર્નરે આવતા વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે, પરંતુ તે એક મુશ્કેલ સોદો જણાય છે. ભારત સામે તેની કારકિર્દીની છેલ્લી મેચ ક્લાઈમેક્સ જેવી હતી. આ દરમિયાન વોર્નર 6 બોલમાં માત્ર 6 રન બનાવીને અર્શદીપના બોલ પર સૂર્યાના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે વોર્નર આઉટ થયો ત્યારે તેણે ગુસ્સામાં તેના બેટ પર ફટકાર્યો હતો. આવી સ્થિતિમાં વોર્નરને પણ ખબર ન હતી કે તે તેની છેલ્લી મેચ રમી રહ્યો છે. મેચ બાદ તે વિરાટ કોહલી સાથે વાત કરતો પણ જોવા મળ્યો હતો. હેઝલવુડે ભારત સામેની મેચ ખતમ થયા બાદ કહ્યું હતું કે, અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. બધુ બાંગ્લાદેશની મેચ પર નિર્ભર છે, પરંતુ હા અમે વોર્નરને ખૂબ મિસ કરીશું. તેમના વિના જીવન થોડું અજીબ હશે. અમે ન્યુઝીલેન્ડમાં આ જોઈ ચૂક્યા છીએ. આટલા વર્ષોથી રમી રહેલો ખેલાડી અચાનક તમારાથી દૂર થઈ જાય ત્યારે તે ખૂબ જ અજીબ છે.

વોર્નરની કારકિર્દી

તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024 વોર્નર માટે સારું રહ્યું છે. વોર્નરે 29 ની એવરેજ અને 139ની સ્ટ્રાઈક રેટથી માત્ર 178 રન બનાવ્યા. ડાબા હાથના બેટ્સમેને તેની T20 કારકિર્દીમાં 33 ની એવરેજથી 3277 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 28 અડધી સદી ફટકારી છે. વોર્નરને T20 વર્લ્ડ કપ 2021માં મેન ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે વોર્નરનો સૌથી વધુ 50 પ્લસનો સ્કોર છે. આ સાથે જ તે ઓસ્ટ્રેલિયાનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તે T20 વર્લ્ડ કપ વિજેતા છે.

ADVERTISEMENT

ટેસ્ટ ફોર્મેટમાં વોર્નરનું પ્રદર્શન

ડેવિડ વોર્નરે તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 112 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તે 205 ઇનિંગ્સમાં 44.6ની એવરેજથી 8786 રન બનાવવામાં સફળ રહ્યો હતો. ટેસ્ટ ફોર્મેટમાં તેના નામે 3 બેવડી સદી, 26 સદી અને 37 સદી છે.

વનડેમાં વોર્નરનું પ્રદર્શન

તેની ODI કારકિર્દી વિશે વાત કરીએ તો, તે ઓસ્ટ્રેલિયા માટે કુલ 161 ODI મેચ રમવામાં સફળ રહ્યો. આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી 159 ઇનિંગ્સમાં 45.01ની એવરેજથી 6932 રન બનાવ્યા હતા. ODI ફોર્મેટમાં તેના નામે 22 સદી અને 33 અડધી સદી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT