વિશ્વ વિજેતાઓનું સન્માન, વાયુસેના સાથે 1200 ડ્રોન બતાવશે કરતબ, પહેલીવાર આટલી ભવ્ય હશે WC ફાઈનલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ICC World Cup 2023 Aus vs India Final: ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. આ માટે ખૂબ જ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ ફાઈનલ મેચ દરમિયાન ચાર સમારોહનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન ભારતીય ખેલાડીઓના પરિવારજનોની સાથે BCCIના અધિકારીઓ, ICCના વરિષ્ઠ અધિકારીઓ અને સ્ટેટ એસોસિએશનના સભ્યો પણ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા ગુરુવારે સાંજે મહાન મેચ માટે અમદાવાદ પહોંચી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ સેમીફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

આ છે ફાઈનલ મેચનું શેડ્યુલ

– મહામુકાબલાની શરૂઆત બપોરે 12.30 વાગ્યે ઈન્ડિયન એરફોર્સના 10 મિનિટના એર શો સાથે થશે. આ સમય દરમિયાન, IAFની સૂર્યકિરણ ટીમ સ્ટેડિયમની ઉપર સ્ટંટ કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ વખત 9 હોક્સ એક્રોબેટિક્સ કરશે.

ADVERTISEMENT

– આ પ્રદર્શન ફ્લાઈટ કમાન્ડર અને ડેપ્યુટી ટીમ લીડર વિંગ કમાન્ડર સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વમાં થશે. ભારતીય વાયુસેનાએ આ પહેલા ક્યારેય આ પ્રકારની મેચમાં આકાશમાંથી સલામી આપી નથી. આ પ્રવૃત્તિ પ્રથમ વખત થશે.

ADVERTISEMENT

– આ એર શો માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. બીસીસીઆઈએ મંજુરી માટે રક્ષા મંત્રાલયને ડ્રાફ્ટ લેટર સબમિટ કરવો જરૂરી છે. સૂર્યકિરણની ટીમ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કરશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વર્ટિકલ એર શો કરશે.

ADVERTISEMENT

– હાફ ટાઈમ પરફોર્મન્સ સાંજે 5.30 કલાકે 15 મિનિટ માટે રહેશે.

– પરેડ ઓફ ચેમ્પિયન્સ હેઠળની પહેલીવાર વર્લ્ડકપના વિજેતા કેપ્ટનને મેચ દરમિયાન સન્માનિત કરવામાં આવશે. BCCI વિશ્વ કપ વિજેતા તમામ કેપ્ટનોનું સન્માન કરશે.

– ICC ક્રિકેટ વર્લ્ડ કપની સાથે સાથે, તેમની વિજયી ક્ષણોની 20 સેકન્ડની રીલ મોટી સ્ક્રીન પર ચલાવવામાં આવશે.

– ભારતના પ્રખ્યાત સંગીતકાર પ્રિતમનું લાઈવ પરફોર્મન્સ હશે. આ દરમિયાન સ્ટેડિયમમાં લગભગ 500 ડાન્સર્સ પણ પરફોર્મ કરશે. સંગીતકાર પ્રિતમ – દેવા ઓ દેવા, કેસરિયા, લેહરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધૂમ મચાલે, દંગલ-દંગલ સોન્ગ ગાશે.

– બીજી ઇનિંગની બીજી ડ્રિંક બ્રેક રાત્રે 8.30 કલાકે 90 સેકન્ડ માટે રહેશે. આ દરમિયાન લેસર શો થશે.

– મેચ બાદ વર્લ્ડ ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવશે. તેમજ 1200 ડ્રોન રાત્રે સુંદર આકાર બનાવશે. આ પછી આતશબાજી કરવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT