IPL 2024: 'હું ઈચ્છું કે Virat kohli...' ત્રણ મેચમાં હાર બાદ AB de Villiers એ RCB ટીમને આપી સલાહ

ADVERTISEMENT

RCB IPL 2024
વિરાટ કોહલી RCB માટે ટોપ સ્કોરર
social share
google news

RCB IPL 2024: સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના અનુભવી બેટ્સમેન AB de Villiers એ Virat kohliને લઈને નિવેદન આપ્યું છે. તેણે ફ્રેન્ચાઈઝીને વિરાટ કોહલીનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ સલાહ આપી છે. ડી વિલિયર્સનું કહેવું છે કે વિરાટ કોહલીએ તેની ટીમ માટે મિડલ ઓવરોમાં બેટિંગ કરવા આવવું જોઈએ, જેથી મોટી ઇનિંગ્સ રમી શકે. IPL 2024માં RCBની શરૂઆત ખરાબ રહી છે. ટીમ ચારમાંથી ત્રણ મેચ હારી છે અને પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે.

AB de Villiers એ RCB ને આપ્યો જીતનો મંત્ર


AB de Villiers તેની યુટ્યુબ ચેનલ પર RCB ની ખરાબ શરૂઆતને કેવી રીતે સુધારી શકાય તે અંગે પણ વાત કરી હતી અને આ સિવાય તેમણે વિરાટ કોહલી માટે પણ એક સલાહ આપી કે તેમણે બેટિંગ કરવા મિડલ ઓવરોમાં આવવું જોઇએ જેથી તે હજુ વધારે લાંબી ઇનિંગ રમી શકે છે. તેમણે કહ્યું કે, હું ઈચ્છું છું કે વિરાટ 6 થી 15 ઓવર વચ્ચે વધુ સારી ઇનિંગ રમી શકશે. 

આ પણ વાંચો:- Police Recruitment 2024: PSI અને LRDની 12472 જગ્યાઓ માટે ફોર્મ ભરવાનું શરૂ, જાણો ક્યાંથી કરી શકાશે અરજી

વિરાટ કોહલી RCB માટે ટોપ સ્કોરર 

આ સિઝનમાં પણ વિરાટ કોહલી RCB માટે ટોપ સ્કોરર છે. તેણે ચાર મેચમાં 67.66ની એવરેજ અને બે અડધી સદી સાથે 203 રન બનાવ્યા છે અને તે વર્તમાન ઓરેન્જ કેપ ધારક પણ છે. ટીમમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, કેમરન ગ્રીન, દિનેશ કાર્તિક અને રજત પાટીદાર જેવા અન્ય મોટા નામો છે, પરંતુ તેઓ બેટથી પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. RCB તેના હોમ ગ્રાઉન્ડ પર બે મેચ હારી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ પછી, RCB ને બેંગલુરુમાં લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા ખરાબ રીતે પરાજય મળ્યો હતો.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT