ભગવાન શિવના ગળામાં કેમ છે સાપ? આ સાપનું નામ શું છે 99 ટકા લોકોને નથી ખબર સાચુ નામ
Lord Shiva's Snake Name : સનાતન ધર્મમાં ત્રિદેવનું પુજન કરવામાં આવે છે. આ ત્રિદેવમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. મહેશ એટલે કે ભગવાન શિવ જે આ ધરતી પર વિનાશની પ્રક્રિયાના સંચાલક છે. ભગવાન શિવની કથાઓ, તેમનું સંપુર્ણ ચરિત્ર ભક્તો માટે ખુબ જ મહત્વના હોય છે .
ADVERTISEMENT
Lord Shiva's Snake Name : સનાતન ધર્મમાં ત્રિદેવનું પુજન કરવામાં આવે છે. આ ત્રિદેવમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. મહેશ એટલે કે ભગવાન શિવ જે આ ધરતી પર વિનાશની પ્રક્રિયાના સંચાલક છે. ભગવાન શિવની કથાઓ, તેમનું સંપુર્ણ ચરિત્ર ભક્તો માટે ખુબ જ મહત્વના હોય છે . માથા પર ચંદ્ર, જટાઓમાંથી વહેતી ગંગા, મૃગશાલ અને ગળામાં રહેલો સાપ. આ તમામ દેવોમાં સૌથી અનોખા દેખાવ છે. ભગવાન શિવના ગળામાં સાંપ જોવા મળે છે, જે તેમના ગળાની ચારેબાજુ લપેટાયેલો છે. જો કે ભગવાન શિવના ગળામાં રહેલા આ સાપનું નામ શું છે તે તમને ખબર છે? તે હંમેશા શિવના ગળામાં કેમ જોવા મળે છે?
આપણા ધર્મમાં સાંપોની ખુબ જ માન્યતા છે. સાપ અને નાગને દેવતુલ્ય માનવામાં આવે છે. અમારા દેશમાં નાગપંચમી પણ મનાવવામાં આવે છે. જો કે નાગોના દેવની વાત કરીએ તો ભગવાન શિવની આસપાસ તમને સાપ લપેટાયેલા જોવા મળશે.
શું છે ભગવાન શિવના સાપનું નામ
ભગવાન શિવના ગળે લપેટાયેલા સાપનું નામ વાસુકી છે. નાગરાજ વાસુકીને ભગવાન શિવે પોતાના ગળામાં ધારણ હોવાનું વરદાન આપ્યું છે. માન્યતા છે કે, વાસુકીને વિશ્વના સૌથી ઝેરી સાંપ માનવામાં આવે છે.
ADVERTISEMENT
શા માટે ધારણ કરવામાં આવ્યો ગળામાં નાગ
એવી કથા છે કે, ભગવાન શિવ હિમાલયમાં રહેતા હતા, જ્યાં નાગવંશનો વાસ હતો. નાગ વંશના આ સાપ ભગવાન શિવના ભક્ત હતા. તે પૈકી એક નાગરાજ વાસુકી ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમને વાસુકીને ભોલેનાથે આશીર્વાદ આપીને પોતાના ગળામાં ધારણ કર્યા હતા.
સમુદ્ર મંથનમાં હતા વાસુકી
દેવતાઓ અને અસુરોને મળી સમુદ્ર મંથન કર્યું હતું. મંથનની પ્રક્રિયા માટે મેરુ પર્વતને લાવવામાં આવ્યા. જો કે મેરુ પર્વતને મથવા માટે કોઇ દોરડાની જરૂર હતી. જેથી બધાએ ભગવાન શિવ પાસે મદદ માંગી. ત્યારે ભગવાને વાસુકી નાગને આદેશ આપ્યો અને આ પ્રકારે સમુદ્ર મંથન થયું. તેમાંથી નિકળેલા હળાહળ વિષને પણ ભગવાન શિવે ગ્રહણ કર્યું હતું. પુરાણોમાં ઉલ્લેખ છે કે, નાગરાજ વાસુકીના માથા પર જ દિવ્ય મણિ હોય છે.
ADVERTISEMENT
વાસુકી ઉપરાંત પણ હોય છે નાગ
ગળામાં વાસુકીને ધારણ કરનારા મહાદેવના બંન્ને કાનમાં પણ સર્પ છે. તેના નામ પદ્મ અને પિંગલ છે. તેમના હાથમાં બાજુબંધ તરીકે પણ સર્પ છે, જેના નામ કંબલ અને ધનંજય છે. આ ઉપરાંત તેમના હાથમાં કડા તરીકે પણ બે સાપ છે. જેના નામ અશ્વતર અને તક્ષક છે. આ પ્રકારે ભગવાનની કમરમાં લીલા રંગના સાપનું નામ નીલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT