20 ફેબ્રુઆરીથી શરૂ થશે આ રાશિઓના સારા દિવસ, બુધ કરાવશે માલામાલ
Budh Gochar : ગ્રહોની ચાલ બદલવાને કારણે તમામ રાશિઓ પર પ્રભાવ પડે છે. બુધના કુંભ રાશિમાં પ્રવેશ કરવાને કારણે કેટલીક રાશિના લોકોને જબરદસ્ત ફાયદો મળશે. આ રાશિઓનું અત્યાર સુધી સુષુપ્ત થઇ ચુકેલું ભાગ્ય પણ જાગી જશે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
બુધને 8 ગ્રહોમાં બુદ્ધી અને ચતુરતાના દેવ ગણાય છે
બુધના પરિવર્તનના કારણે અનેક રાશિના ભાગ્ય ચમકશે
બુધના ગોચરથી વાણી અને વૈભવમાં થશે મોટા ફેરફાર
20 ફેબ્રુઆરીએ બુધ દેવ ચાલ બદલશે. જ્યોતિષમાં બુધ દેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. આ દિવસે બુધ દેવ મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલ બદલવાની બાબતે ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. ગ્રહોની ચાલ બદલવાથી તમામ રાશિઓ પર પ્રભાવ પડે છે. બુધના કુંભ રાશિમાં પ્રવેશ કરવાના કારણે કેટલીક રાશિના લોકોને ખુબ જ ફાયદો થશે. આ રાશિઓનું સુતેલું ભાગ્ય જાગી જશે.
મિથુન રાશિ
- વાણીમાં કઠોરતાનો ભાવ રહેશે, વાતચીતમાં સંયમીત રહો
- વસ્ત્રો અને આભુષણો તરફ તમારુ વલણ વધશે
-નોકરીમાં અધિકારીઓની મદદ મળશે, વિકાસનો માર્ગ ખુલશે
-આવકમાં વધારો થશે, સંચિત ધન પણ વધશે પરંતુ કોઇ બીજા સ્થાન પર જવું પડી શકે છે.
- મિત્રોની મદદ મળશે
- મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે
- શૈક્ષણિક કાર્યોના સુખદ પરિણામો મળશે
- સંશોધન વગેરેના કાર્યો માટે કોઇ અન્ય સ્થળે જવું પડી શકે છે
- નોકરીમાં અધિકારીઓની મદદ મળશે, સ્થાન પરિવર્તન થઇ શકે છે.
સિંહ રાશિ
- સ્થાન પરિવર્તન થાય તેવી શક્યતા છે
- મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે
- આત્મવિશ્વાસથી ભરપુર રહેશો પરંતુ અતિઉત્સાહી થવાથી બચવું
- માતા તથા પરિવારના કોઇ વૃદ્ધ મહિલા તરફથી નાણા પ્રાપ્તિના યોગ બની રહ્યા છે
- નોકરીમાં અધિકારીઓની મદદ મળશે પરંતુ સ્થાન પરિવર્તનની શક્યતાઓ છે.
- આત્મવિશ્વાસમાં વધારો થશે.
- કુટુંબ પરિવારમાં ધાર્મિક કાર્યો થશે
- સંતાન સુખમાં વધારો થશે
- ઉચ્ચ શિક્ષા અને સંશોધન વગેરે કાર્યો માટે વિદેશ પ્રવાસની સંભાવના બની રહી છે
- નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે
ADVERTISEMENT
કન્યા રાશિ
- આવકમાં વધારો થશે
- પારિવારિક જીવન સુખમય રહેશે
- સંતાનની તરફથી સુખદ સમાચાર મળી શકે છે
- નોકરીમાં બઢતીની સંભાવના છે અને અધિકારીઓનો સહયોગ મળશે
- આવકમાં વધારો થશે, વાહન સુખમાં વૃદ્ધી સંભવ છે
- સંપત્તીના કારણે આવકમાં વધારો થશે
- માતા પાસેથી ધનની પ્રાપ્તિ થઇ શકે છે
- કલા તથા સંગીત પ્રત્યેનું વલણ વધશે
- નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ વધી રહી છે
વૃશ્ચિક રાશિ
- અધિકારીઓનો સહયોગ મળશે
- માનસિક શાંતિ રહેશે
- નોકરીમાં કાર્યભારમાં વધારો થઇ શકે છે
- આવકમાં વધારો થશે
- સ્થાન પરિવર્તનની શક્યતાઓ પણ છે.
- આત્મવિશ્વાસમાં વધારો થશે.
- કાર્યો પ્રત્યે જોશ તથા ઉત્સાહ રહેશે
- નોકરી તથા કાર્યક્ષેત્રમાં વિસ્તાર થઇ શકે છે
ADVERTISEMENT
ધન રાશિ
- શૈક્ષણિક કાર્યોના સુખદ પરિણામ મળશે
- સંતાન સુખમા વધારો થશે
- આવકમાં વધારો થશે
- નોકરીમાં બઢતીના યોગ બની રહ્યા છે.
- ઘરમાં ધાર્મિક કાર્ય થઇ શકે છે, કોઇ ધાર્મિક યાત્રા પર જવાના યોગ પણ બની રહ્યા છે
- ભવન સુખનો વિસ્તાર થશે
- માતા-પિતાનો સહયોગ મળશે
- વસ્ત્રો વગેરે પ્રત્યેનું વલણ વધશે
- વાંચવા-લખવાના શોખમાં વધારો થઇ શકો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT