Holika Dahan 2024: 24 કે 25 માર્ચ ક્યારે થશે હોલિકા દહન?, જાણો શુભ મુહૂર્ત
Holika Dahan Timing and Muhurat 2024 : હોલિકા દહનનો તહેવાર પરંપરા અનુસાર ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે, જે આજે એટલે 24 માર્ચ રવિવારે છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
24 માર્ચના રોજ આ વર્ષે હોળી પર્વની ઉજવણી કરાશે
હોળી દહન માટે ભદ્રા 23.14 વાગ્યા સુધી છે
ભદ્રા મુહૂર્ત ક્યારથી અને ક્યાં સુધી છે
Holika Dahan Timing and Muhurat 2024 : હોલિકા દહનનો તહેવાર પરંપરા અનુસાર ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે, જે આજે એટલે 24 માર્ચ રવિવારે છે. આ દિવસે હોલિકા દહન માટે એકત્રિત કરાયેલ લાકડાને ગંગાજળથી શુદ્ધ કરીને પહેલા તેની પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ વિધિ વિધાનથી હોળી પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રોમાં હોલિકા દહનનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. એક રીતે જોઈએ તો હોળી એ હિન્દુ વર્ષનો અંતિમ તહેવાર પણ હોય છે. જેમાં વિતેલા વર્ષોમાં જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો માટે દેવી-દેવતાઓની ક્ષમા માંગવામાં આવે છે અને હોળીમાં ધાણી, ખજુર વગેરે અર્પિત કરીને નવા વર્ષ એટલે નવા સંવતમાં અન્ન-સંપત્તિ પ્રદાન કરવાની વિનંતી કરવામાં આવે છે.
શુભ મુહૂર્તમાં જ પ્રગટાવાય છે હોળી
હોલિકા દહનના દિવસે બધા જ શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવે છે. ત્યારે આજે આપણે જાણીશું કે આજે હોલિકા દહન કરવાનું શુભ મુહૂર્ત શું છે અને ભદ્રા મુહૂર્ત ક્યારથી અને ક્યાં સુધી છે.
ભદ્રાનું રાખવામાં આવે છે ખાસ ધ્યાન
શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હોલિકા દહન શુભ મુહૂર્તમાં જ કરવું જોઈએ. આમાં ભદ્રાનું સૌથી વધારે ધ્યાન રાખવાનું હોય છે.શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભદ્રા શનિદેવના બહેન છે અને તેમને ખૂબ જ ઉગ્ર માનવામાં આવે છે. ભદ્રા કાળમાં હોલિકાનું દહન કરવામાં આવે તો તે ચોક્કસ વિસ્તારમાં આગ્નિકાંડ અને હિંસા થવાની સંભાવના રહે છે. કારણ કે જ્યારે ભદ્રા કોઈપણ શુભ કાર્યમાં સામેલ હોય છે તો તે અશુભ ફળ આપે છે. પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભદ્રાનું મુખ સૌથી ખતરનાક હોય છે.
ADVERTISEMENT
11.00 વાગ્યા પછી થશે હોલિકા દહન
ભદ્રાના કારણે આજે રાત્રે 11 વાગ્યા પછી હોલિકા દહન થશે. પ્રદોષ કાલ દરમિયાન એટલે કે સૂર્યાસ્ત પછી સાંજનો શુભ સમય રહેશે. હોળી મુહર્ત તમે સૂર્યાસ્ત પછીના અઢી કલાક સુધી પૂજા કરી શકો છો, એટલે કે જો પ્રદોષ કાળમાં ભદ્રા હોય, પરંતુ હોલિકાદહન ભદ્રા દોષ સમાપ્ત થયા પછી કરવું જોઈએ, તેથી હોળી પૂજા માટેનો શુભ સમય સાંજે 6.24 થી 6.48 સુધીનો રહેશે.
હોલિકા દહનનું શુભ મુહૂર્ત
- પૂર્ણિમા તિથિનો પ્રારંભ - 24 માર્ચ, 2024 સવારે 09.54 વાગ્યે
- પૂર્ણિમા તિથિ સમાપ્ત - 25 માર્ચ, 2024 બપોરે 12.29 વાગ્યે
- હોલિકા દહનનું મુહૂર્ત - 24 માર્ચ, 2024 રાત્રે 11.15થી 12.20 વાગ્યા સુધી
- ભદ્રા પૂંછ - સાંજના 6.33 વાગ્યાથી 7.53 વાગ્યા સુધી
- ભદ્ર મુખ - સાંજે 7.53થી રાત્રે 10.06 સુધી
ADVERTISEMENT
હોલિકા પૂજા મંત્ર
- ઓમ હોલિયાક નમ:
- ઓમ પ્રહલાદાય નમ:
- ઓમ નૃસિંહાય નમ:
ADVERTISEMENT
ADVERTISEMENT