શનિની રાશિ મકરમાં બુધ ગ્રહની એન્ટ્રી, ચમકી જશે આ 3 રાશિના જાતકોની કિસ્મત; થશે અઢળક ધનલાભ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • ગ્રહ ગોચર માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ શુભ
  • આજે બુધ ગ્રહે મકર રાશિમાં કર્યો પ્રવેશ
  • આજ જાતકોને થશે ઘણો લાભ, ચમકશે ભાગ્ય

Budh Gochar 2024 Effect: હિન્દુ કેલેન્ડર મુજબ આજે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ષઠ્ઠી તિથિ છે અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. ફેબ્રુઆરી મહિનો ગ્રહ ગોચર માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે, કારણ કે 1લી ફેબ્રુઆરી એટલે કે આજે ગ્રહોના રાજકુમાર બુધદેવએ રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાં પ્રવેશ કર્યો છે.

કઈ-કઈ રાશિના જાતકોને થશે લાભ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધ ગ્રહને બૌદ્ધિકતા, મેનેજમેન્ટ અને લેખન શક્તિનો કારક ગ્રહ માનવામાં આવે છે. દ્રિક પંચાંગ અનુસાર, માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ષઠ્ઠી તિથિ એટલે કે આજે સવારે 7.20 વાગ્યે બુધ ગ્રહ પોતાની રાશિ પરિવર્તન કરી ચૂક્યો છે. બુધના ગોચરના કારણે લોકો તેમના કામથી પ્રસિદ્ધિ મેળવી શકે છે. આજે આ આર્ટિકલમાં જાણીશું કે બુધ ગ્રહના રાશિ પરિવર્તનથી કઈ-કઈ રાશિના જાતકોને લાભ થવાનો છે.

મેષ
મેષ રાશિના જાતકો માટે બુધનું ગોચર શુભ પરિણામ લઈને આવ્યું છે. જે જાતકો નોકરી રહી રહ્યા છે, આગામી એક અઠવાડિયામાં તેમના સ્થાનમાં પરિવર્તન થઈ શકે છે. સિનિયરનો ભરપૂર સહયોગ મળશે. સાથે જ નવી નોકરીની ઓફર પણ મળી શકે છે. તો આવકના નવા સ્ત્રોત પણ સર્જાઈ શકે છે.

ADVERTISEMENT

મિથુન
મિથુન રાશિના જાતકો માટે બુધનું ગોચર ખૂબ જ શુભ રહેશે. જે લોકો રાજનીતિના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ શુભ રહેશે. બુધના ગોચરને કારણે તમે ફેબ્રુઆરીના મધ્યમાં કોઈપણ રાજકીય પક્ષમાં જોડાઈ શકો છો. કાર્યક્ષેત્રમાં પરિવર્તન થશે. આવકમાં પણ વધારો થશે.

તુલા
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધ ગ્રહનું ગોચર તુલા રાશિના જાતકો માટે ખૂબ જ સુખદ રહેશે, કારણ કે તુલા રાશિમાં બુધ ચતુર્થ ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેનાથી તુલા રાશિના જાતકોને સુખમાં વૃદ્ધિ થશે. વાહન સુખમાં પણ વૃદ્ધિ થશે. ખર્ચ વધી શકે છે. પ્રવાસ પર જવાનો પ્લાન પણ બનાવી શકો છો.

ADVERTISEMENT

કુંભ
બુધ ગ્રહનું રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકોને લાભ કરાવશે. કારણ કે આ સમયગાળા દરમિયાન સંતા પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સાથે જ ખર્ચ પણ વધી શકે છે. જૂના મિત્રો સાથે તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે.

ADVERTISEMENT

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ પર આધારિત છે. Gujarat Tak આની પુષ્ટિ કરતું નથી.

 

    follow whatsapp

    ADVERTISEMENT