સોમવારનું રાશિફળ: સિંહના જાતકોનું વધશે માન-સન્માન, વૃષભે બિઝનેસ પાર્ટનરથી ‘સાચવવું’; જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

11 December Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.

મેષ
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. ઘણા દિવસોથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાથી તમે રાહત અનુભવશો. તમારું મન પ્રસન્ન રહેશે. તમે કોઈ નવું મોટું કામ શરૂ કરી શકો છો. બિઝનેસમાં તમને લાભ મળશે. પરિવાર તરફથી તમને સહયોગ મળશે.

વૃષભ
તમારો આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. આજે તમારી વાણી પર નિયંત્રણ રાખો. કોઈ પરિચિત સાથે વાદ-વિવાદ થઈ શકે છે. બિઝનેસમાં તમને તમારા પાર્ટનર તરફથી દગો મળી શકે છે. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

ADVERTISEMENT

મિથુન
આજનો દિવસ તમારા માટે શાનદાર રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં શુભ કાર્યો થશે. બિઝનેસમાં તમને કોઈ જાણીતી વ્યક્તિ તરફથી લાભ મળશે. આજે તમે કોઈ મોટી ડીલ અથવા કરાર કરી શકો છો. આજે તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.

કર્ક
આજે કામના મામલામાં કોઈ મોટું જોખમ ન ઉઠાવો. પાર્ટનરશિપમાં કોઈ નવું કામ સમજી વિચારીને કરો. બિઝનેસમાં તમારે નુકસાન વેઠવું પડી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. વાદ-વિવાદથી પોતાને દૂર રાખો. પત્નીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

ADVERTISEMENT

સિંહ
આજનો દિવસ તમારા માટે શાનદાર રહેશે. પરિવાર સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. બિઝનેસમાં આજે તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. તમે તમારા કાર્યસ્થળ પર મોટું રોકાણ કરી શકો છો. તમારા વિરોધીઓથી સાવધ રહો.

ADVERTISEMENT

કન્યા
આજે તમારું મન અશાંત રહેશે. તમારા બિઝનેસ પાર્ટનર દ્વારા તમે છેતરાઈ શકો છો. આજે કોઈ મોટી લેવડ-દેવડ ન કરો, નહીં તો તમને નુકસાન સહન કરવું પડી શકે છે. જો તમે પ્રવાસ પર જાઓ છો, તો તમારું વાહન કાળજીપૂર્વક ચલાવો.

તુલા
આજે તમે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. ખાવા-પિવા પર કંટ્રોલ રાખો, વધારે પડતુ બહારનું જમવાનું ટાળો. કોઈને મોટી રકમ ઉધાર ન આપો. બિઝનેસ પાર્ટનરને કારણે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. વાદ-વિવાદથી દૂર રહો.

વૃશ્ચિક
આજે તમે સ્વાસ્થ્યમાં ઘટાડો અનુભવશો. વધુ કામના કારણે માનસિક તણાવ અને શારીરિક થાક રહેશે. તમારે કોઈ કામને લીધે લાંબી મુસાફરી કરવી પડી શકે છે. આજે તમે કોઈ નજીકના વ્યક્તિના કારણે વિવાદમાં ફસાઈ શકો છો. પરિવારમાં મતભેદ થઈ શકે છે.

ધન
આજે તમે કઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. આજે તમારું મન પ્રસન્ન રહેશે. ઘર-પરિવારમાં શુભ કાર્યો થશે. આધ્યાત્મિકતા તરફ મનનો ઝુકાવ રહેશે. તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર-ચઢાવ બન્યા રહેશે. તમે નવું વાહન, મકાન વગેરે ખરીદી શકો છો.

મકર
આજે તમે બહારની યાત્રા પર જઈ શકો છો. આજે વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. પરિવારમાં કોઈ મુદ્દાને લઈને તમારે મતભેદનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસમાં જૂના પાર્ટનર દ્વારા તમને દગો મળી શકે છે. કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે. બનતા કામ બગડી શકે છે.

કુંભ
આજનો દિવસ તમને સ્વાસ્થ્ય લાભ આપશે. બિઝનેસમાં તમને સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કાર્યસ્થળ પર નવા સંબંધો સ્થાપિત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પરિવાર અને સમાજમાં માન-સન્માન વધશે. કોર્ટમાં વિરોધીઓનો પરાજય થશે.

મીન
આજે કોઈ ખાસ મહેમાનના આવવાથી તમે ખુશ-ખુશ રહેશો. તમારા કાર્યસ્થળમાં તમને સન્માન મળશે. આજે તમારે કોઈ પરિચિત વ્યક્તિથી નુકસાન સહન કરવું પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમને તમારા સાસરિયાઓનો સહયોગ મળશે. પત્નીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. આજે તમને કોઈ નવું કામ મળી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT