બુધવારનું રાશિફળઃ નોકરી-ધંધામાં પ્રગતિ, દામ્પત્ય જીવનમાં ખુશી…આ રાશિના જાતકો માટે આજનો દિવસ શાનદાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

20 December Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.

મેષ
આજનો દિવસ સારો રહેશે. મેષ રાશિના જે જાતકો નવી નોકરીમાં જોડાયા છે, તેમની અંદર સકારાત્મક ઉર્જા જોવા મળશે અને તેઓ ખૂબ જ ચપળતાથી તેમનું કામ પૂર્ણ કરશે. વેપારીઓની વાત કરીએ તો આજે નાના વેપારીઓને સારો નફો મળી શકે છે. યુવાનોની વાત કરીએ તો આજનો દિવસ તેમના માટે સારો રહેશે. યુવાનો આજે તેમની ક્ષમતાઓ અને પ્રતિભા વધુ સારી રીતે પ્રદર્શિત કરશે. તમારા ઘરમાં તણાવની સ્થિતિથી ઘરનું વાતાવરણ ખરાબ થઈ શકે છે, જેના કારણે તમે માનસિક રીતે પરેશાન પણ થઈ શકો છો.

વૃષભ
નોકરીયાત લોકોની વાત કરીએ તો તમારે ઓફિસમાં પૂરો સમય ફાળવવો પડશે અને તમારું કામ પણ સારી રીતે કરવું પડશે, કારણ કે બોસની નજર તમારા પર જ હોઈ શકે છે. જો તમે કંઈક ખોટું કરો છો તો તમને ઠપકો પણ આપવામાં આવી શકે છે. વેપારીઓએ તેમના બિઝનેસનો પ્રચાર વધુ કરવો જોઈએ. આજે તમે તમારા પરિવારની સાથે મળીને તમારા ઈસ્ટ દેવની પૂજા આરાધના કરો, તેનાથી તમારા ઘરનો માહોલ ખૂબ સારો રહી શકે છે. તમારા ઘરમાં સુખ શાંતિ બની રહશે. બદલાતી ઋતુને કારણે તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

ADVERTISEMENT

મિથુન
આજનો દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે. નોકરીયાત જાતકોની વાત કરીએ તો આજે તમારે તમારા કામને કોઈપણ રીતે પૂરું કરવું પડશે. તમે કામને પેન્ડિંગ ન રાખો, નહીંતર અધિકારી તમારાથી નારાજ થઈ શકે છે. બિઝનેસ કરતા લોકોની વાત કરીએ તો આજે તેઓ તેમના બિઝનેસ માટે કોઈ લોન માટે અરજી કરી શકે છે. તમને લોન સમયસર મળી શકે છે, જેનાથી તમારું કામ બની શકે છે. આજે તમે તમારા નાના ભાઈ બહેનને કોઈપણ પ્રકારના તણાન ન લેવાની સલાહ આપો અને ધર્ય રાખવા માટે કહો નહીતર હાઈપરટેન્શન થવાને કારણે તેમની તબીયત ખરાબ થઈ શકે છે. આજે તમે તમારી વાણી પણ કંટ્રોલ રાખો તથા કોઈપણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો.

કર્ક
આજે તમારા ઈષ્ટ દેવની પૂજા કરવાથી તમારો દિવસ સારો રહેશે. કર્ક રાશિના વેપારીઓને આજે વેપારમાં નુકસાન થતું જોવા મળશે, જેના કારણે તેઓ કોઈ સાઈડ બિઝનેસ શરૂ કરવાનું વિચારી શકે છે. યુવા જાતકોની વાત કરીએ તો આજે તમે તમારા કામની જવાબદારી બીજા પર નાખશો તો તમારા પરિવારના સભ્યો તમારાથી નારાજ થઈ શકે છે. તમે ભૂલને સુધારવાનો પ્રયાસ કરો અને તમારા પરિવારના સભ્યોને મનાવવાનો પ્રયાસ કરો. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટે તમે મોર્નિંગ વોક અને યોગાસન અવશ્ય કરો. આજે તમે વાદ-વિવાદથી દૂર રહો, નહીંતર મોટો ઝઘડો થઈ શકે છે.

ADVERTISEMENT

સિંહ
આજનો દિવસ કોઈ નવી જવાબદારીઓ લઈને આવશે. નોકરીયાત જાતકોને આજે ઓફિસમાં કોઈ નવી જવાબદારી મળી શકે છે. આ જવાબદારીને તમે ક્ષમતાથી નિભાવશો. બિઝનેસ કરતા જાતકોની વાત કરીએ તો તમે બિઝનેસમાં વધુ પૈસા લગાવવાનો પ્રયાસ ન કરો. વધારે પૈસા લગાવવાથી તમને નુકસાન થઈ શકે છે. યુવાઓએ આજે વધુ ગુસ્સો ન કરવો જોઈએ. તમારા ગુસ્સા પર કાબુ રાખો. સવારે હનુમાન ચાલીસાના પાઠ કરો. તેનાથી તમારા મનને શાંતિ મળશે. આજે તમને તમારા જીવનસાથી પૂરતો સહયોગ મળશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો જો તમને માથામાં દુખાવો અથવા કમરમાં દુખાવાની ફરિયાદ રહે છે તો તમારે ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

ADVERTISEMENT

કન્યા
આજનો દિવસ તમારા માટે એકદમ સારો રહેશે. આજે તમારા કામથી ઓફિસમાં તમારા ઉપરી અધિકારી ખૂબ જ ખુશ થશે. વેપારીઓને આજે નવો ઓર્ડર મળવાને કારણે તેમને ધન લાભ થઈ શકે છે. આજે તમારે તમારા પાર્ટનર સાથે લગ્ન કરવા માટેની વાત કરવી જોઈએ. આ વાત તમે ઘરે કરવા માંગો છો તો પણ આજનો દિવસ સારો છે. આજે તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો, જેના કારણે તમે થોડો તણાવ અનુભવી શકો છો. યુવાનોની વાત કરીએ તો આજનો બિનજરૂરી સમય બગાડો નહીં. આજે કોઈપણ કામની શરૂઆત વડીલોના આશીર્વાદ લીધા બાદ જ કરો.

તુલા
નોકરીયાત લોકોની વાત કરીએ તો તમારે તમારા કાર્યસ્થળ પર એટલું સારું કામ કરવું જોઈએ કે તમારા ઉપરી અધિકારીઓને ફરિયાદ કરવાની કોઈ તક ન મળે અને તેઓ તમારા કામથી ખૂબ જ ખુશ થાય. બિઝનેસ કરતા લોકો વિશે વાત કરીએ તો તમે લાંબા સમયથી એક જ વ્યવસાય કરી રહ્યા છો, પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે, તમારે સમય અનુસાર તમારા વ્યવસાયમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારા વ્યવસાયને નવી દિશા આપો. યુવાનો વિશે વાત કરીએ તો, આજે તણાવપૂર્ણ પરિસ્થિતિથી બચવા માટે તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આજે તમારે કોઈપણ પ્રકારની લેવડ-દેવડ કરતા પહેલા સાવચેત રહેવું જોઈએ, નહીંતર તમને નુકસાન થઈ શકે છે.

વૃશ્ચિક
આજે બોસ તમારા કામથી ખુશ થઈ શકે છે, જેના કારણે તમને પ્રમોશન મળી શકે છે અને તમારો પગાર પણ વધી શકે છે. તમે તમારી ઓફિસમાં કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી બચીને રહો, તમે કોઈપણ વાદ-વિવાદમાં સામેલ થઈ શકો છો.વિદ્યાર્થીઓએ આજે નબળા વિષયોને મજબૂત કરવા માટે ખૂબ મહેનત કરવી જોઈએ, તો જ સફળતા પ્રાપ્ત થશે. આજે પરિવારના સભ્યો નમ્રતાથી વાત કરો. તમારે તેમની સાથે ખૂબ નમ્રતા રાખવી જોઈએ. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આજે તમારા પાર્ટનર સાથે સમજી વિચારીને વાત કરો, નહીં તો ઝઘડો થઈ શકે છે.

ધન
તમે તમારા કાર્યસ્થળમાં તમારી ટીમને આગળ લઈને ચાલશો, ટીમને આગળ વધારવાનો શ્રેય તમને જ મળશે. વેપારીઓએ આજે સાવધાન રહેવું પડશે. તમારે પૈસાની લેવડ-દેવડમાં થોડી સાવચેતી રાખવી જોઈએ. આજે કોઈને પૈસા ઉધાર ન આપો. સામાજિક અને રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકોના માન-સન્માનમાં વધારો થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આજે તમારી ગંભીર બીમારીઓને અવગણશો નહીં, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારે તમારી સારવાર કરાવવામાં બેદરકારી ન રાખવી જોઈએ, નહીં તો તમારી સમસ્યાઓ ઘણી વધી શકે છે. આજે તમારે વાહન ચલાવવામાં કાળજી રાખવી જોઈએ, નહીં તો કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે.

મકર
આજનો દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે. મકર રાશિના જાતકોએ આજે કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન લેવા જોઈએ નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત આ રાશિના જાતકોએ આજે કોઈપણ પ્રકારના વાદ-વિવાદમાં ન પડવું જોઈએ. આ વિવાદ ઝઘડામાં ફેરવાતા જરાય વાર નહીં લાગે. યુવાનોએ આજે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. આજે વડીલોના આશીર્વાદ લેવાથી તમામ મોટા કાર્યો પૂરા થશે. ઘણા સમયથી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો તેમાં ઉકેલ મળી શકે છે. ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોએ કોઈ પણ પ્રકારના કઠોર શબ્દો ન બોલવા જોઈએ, તેનાથી તેમની ઈમેજ પર અસર થઈ શકે છે. તેની છબી કલંકિત થઈ શકે છે.

 

કુંભ
આજે ઓફિશિયલ જવાબદારીનો બોજ તમારા પર આવી શકે છે. જવાબદારીને સારી રીતે નિભાવવાનો પ્રયાસ કરો. આજે તમને ઘણો લાભ મળી શકે છે. જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આજે આવકના નવા સ્ત્રોત પણ મળી શકે છે. આજે તમને તમારા જીવનસાથીનો પૂરતો સહયોગ મળશે. આજે તમને તમારો કોઈ જૂનો મિત્ર મળી શકે છે, જેની સાથે વાત કરીને તમને આનંદ થશે. આજે તમે તમારા પાર્ટનરની સાથે બહાર જવાનો પ્લાન બનાવી શકો છો.

મીન
નોકરીયાત જાતકોની વાત કરીએ તો ઓફિસમાં તમારા અધુરા કામને જલ્દીથી પૂરા કરવાનો પ્રયાસ કરો. નહીંતર આ કામ તમારી ઉપર દબાણ ઉભું કરી શકે છે. વેપારીઓએ તેમના બિઝનેસને આગળ વધારે માટે જૂની ટેક્નિક બદલે નવી ટેક્નિક અપનાવવી પડશે. તો જ તમારો બિઝનેસ આગળ વધશે. તમારા પૈસા ઘણા સમયથી ક્યાંક અટવાયેલા છે, તો તમને આજે પાછા મળી શકે છે. આજે તમારે તમારા જીવનસાથીની સાથે મળીને તમારા કોઈ મોટા નિર્ણય લેવા જોઈએ.

 

    follow whatsapp

    ADVERTISEMENT