11 January Rashifal: પરિવારમાં તણાવ, પ્રેમસંબંધોમાં તકલીફ…આજે આ રાશિના જાતકોએ ચેતીને રહેવું; વાંચો ગુરુવારનું રાશિફળ
11 January Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો…
ADVERTISEMENT
11 January Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.
મેષ
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે તમારે કોઈ કામ માટે બહાર પ્રવાસ વગેરે પર જવું પડી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં આજે કોઈ નવી ડીલ પાર્ટનરશિપ થઈ શકે છે. પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે. પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે.
વૃષભ
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. નક્કી કરેલા કામ પૂર્ણ થશે. સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર-ચઢાવ રહેશે. પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે. આર્થિક સ્થિતિ બગડી શકે છે. પરિવારમાં કોઈ બાબતને લઈને મતભેદની સ્થિતિ રહેશે.
મિથુન
આજનો દિવસે તમે તમારા પરિવારની સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં આર્થિક લાભ થશે. આજે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છે. પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે. તમે કોઈ નવું વાહન, મકાન વગેરે ખરીદી શકો છો.
કર્ક
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈ ખાસ કામ માટે બહાર પ્રવાસ પર જઈ શકો છો. કોર્ટના મામલામાં તમારી જીત થશે. વેપારમાં આવકના નવા સ્ત્રોત બનશે. પરિવારમાં માન-સન્માન વધશે. પરિવારના હિતમાં આજે તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો.
સિંહ
આજનો દિવસ મિશ્રિત રહેશે. તમારા સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહેશો. માનસિક તણાવ રહેશે. વાહન સાવધાનીથી ચલાવો, નહીંતર ઈજા થઈ શકે છે. પત્ની અને પરિવાર સાથે મતભેદ થઈ શકે છે. તમને કોઈ પરિચિતના દુઃખદ સમાચાર મળશે. બિઝનેસમાં તમને પાર્ટનર તરફથી દગો મળી શકે છે.
કન્યા
આજે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. તમારી ખાવાપીવા પર નિયંત્રણ રાખો. જો તમે બહાર પ્રવાસ વગેરે પર જાઓ છો તો વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો. વેપારમાં આજે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. તમને તમારા નજીકના વ્યક્તિ તરફથી મોટી ઓફર મળી શકે છે. પત્નીનું સ્વાસ્થ્ય બગડશે.
તુલા
આજે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો, જેમની સાથે જૂની વાતો કરીને તમે ખુશ થઈ જશો. તમારું કોઈ અટકેલું કામ આજે પૂર્ણ થશે. આજે તમે કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો. વ્યાપારમાં લાભ થઈ શકે છે. તમારું માન અને સન્માન વધશે. નવું વાહન વગેરે ખરીદી શકો છો.
વૃશ્ચિક
આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. જે કામને લઈને તમે ઘણા સમયથી વિચારી રહ્યા છો, તે આજે કોઈ ખાસ વ્યક્તિના માધ્યમથી પૂર્ણ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં આર્થિક લાભ થશે. કોઈ નવો એક્શન પ્લાન બનશે. તમને પરિવારમાં પ્રિયજનો તરફથી સહયોગ અને સાથ મળશે. પત્ની સાથેના મતભેદો દૂર થશે.
ધન
આજે તમે બહાર ક્યાંક ફરવા જઈ શકો છો. મુસાફરી દરમિયાન તમારા સામાનનું રક્ષણ કરો. વાહન વગેરેનો ઉપયોગ કરતી વખતે પણ સાવધાની રાખો. આજે તમને ક્યાંકથી મોટો આર્થિક લાભ મળી શકે છે. પૈતૃક સંપત્તિમાં આજે તમને તમારો અધિકાર મળી શકે છે. પરિવારમાં માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આજે વાદ-વિવાદથી દૂર રહો.
મકર
આજનો દિવસ ભાગદોડથી ભરેલો રહેશે. આજે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છે, જેના માટે તમારે ખૂબ મહેનત કરવી પડી શકે છે. બિઝનેસમાં સહયોગીઓનો વ્યવહાર સારો રહેશે. આજે તમને તમારા મિત્રો તરફથી આર્થિક સહયોગ મળી શકે છે. પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે.
કુંભ
આજનો દિવસ સમસ્યાઓથી ભરેલો રહેશે. આજે તમે કોર્ટ કચેરીના વિવાદ વગેરેમાં ફસાઈ શકો છો. વેપારમાં મોટું નુકસાન થઈ શકે છે. વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. વેપારમાં આજે કોઈ મોટું રોકાણ ન કરો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પરિવારમાં પત્ની સાથે મતભેદ વધી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. વાદ-વિવાદથી દૂર રહો.
મીન
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમે કોઈ મોટી સમસ્યામાંથી મુક્ત થઈ શકો છો. કોર્ટ-કચેરીના મામલાઓમાં વિજય મળશે. બિઝનેસમાં તમને ફાયદો થશે. તમને સંબંધીઓ અને મિત્રો તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થશે. આજે તમને ક્યાંક અટવાયેલા પૈસા પરત મળી શકે છે. પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે. તમે તમારા પરિવાર સાથે કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT