ધન લાભના યોગ, પગાર વધારાની સંભાવના… મેષ, કર્ક અને કન્યા રાશિના જાતકો માટે દિવસ શુભ, વાંચો શનિવારનું રાશિફળ

ADVERTISEMENT

gujarattak
social share
google news

9 December Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.

મેષ
આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. પાર્ટનરશિપમાં કોઈ કામ કરવાથી તમને સારો લાભ મળશે. તમે તમારા ઘરનું સમારકામ વગેરે કરાવવાની યોજના પણ બનાવી શકો છો. તમારે તમારા નજીકના લોકોથી સાવધ રહેવું પડશે. બાળકો સાથે જોડાયેલા કોઈપણ કામમાં બેદરકારી ન રાખો, નહીં તો તે તમારાથી નારાજ થઈ શકે છે. તમારો કોઈ જૂનો મિત્ર તમને લાંબા સમય પછી મળી શકે છે અને તમે તેને મળીને ખુશ થશો. પરિવારમાં કોઈ ભાઈ-બહેનો સાથે પરિવારમાં ચાલી રહેલા મતભેદને વાતચીત દ્વારા સમાપ્ત કરવા પડશે.

વૃષભ
આજના દિવસે તમારે સખત મહેનત કરવી પડશે. તમારે કોઈપણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે. બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવશે, પરંતુ તમારે હિંમત ન હારવી જોઈએ. પ્રયાસ કરતા રહો તો જ તમે સારો નફો કમાઈ શકો છો. નોકરી કરતા લોકોના સહકર્મીઓ તેમને પૂરો સહયોગ આપશે, જેના કારણે તેઓ કોઈ પણ કામ સમય પહેલા પૂર્ણ કરી લેશે. તમારા બોસ તમારા કામના વખાણ કરશે. જો વિદ્યાર્થીઓએ કોઈ પરીક્ષા આપી હોય તો તેનું પરિણામ જાહેર થઈ શકે છે.

ADVERTISEMENT

મિથુન
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. જો તમે વડીલોની સલાહ માનશો તો તમારા માટે સારું રહેશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તમે તમારા પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ વિશે તમારા પરિવારના કોઈ વડીલ સાથે વાત કરી શકો છો, જેની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. આજે તમારે વાહન સાચવીને ચલાવવું, નહીં તો અકસ્માતમાં તમને ઈજા થઈ શકે છે. આજે નોકરીયાત લોકોએ ઓફિસમાં વિરોધીઓથી સાચવીને રહેવું.

કર્ક
આજનો દિવસ તમારા માટે સુખ-સમૃદ્ધિમાં વધારો કરશે. તમારે કોઈ પણ બાબતમાં જિદ્દ અને ઘમંડ ન બતાવવું જોઈએ. તમારા બાળકોની સંગત પર ખાસ ધ્યાન આપો, નહીંતર તેઓ કોઈ ખોટી સંગતથી બગડી જશે. તમે તમારા મનમાં ચાલી રહેલી કેટલીક સમસ્યાઓ વિશે તમારા માતાપિતા સાથે વાત કરી શકો છો, જેમાં તમને ઉકેલ મળશે. જેઓ રાજકારણમાં પોતાનો હાથ અજમાવવા માંગે છે તેઓએ તેમની મહિલા મિત્રો સાથે સાવચેત રહેવાની જરૂર છે. નોકરી શોધી રહેલા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

ADVERTISEMENT

સિંહ
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. બિઝનેસમાં તમને સારો નફો મળશે. તમને સંબંધીઓ પાસેથી કેટલાક સારા સમાચાર મળી શકે છે. સામાજિક કાર્યોમાં તમને પૂરો રસ રહેશે પરંતુ તમારે કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળવું પડશે. જો તમે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તેને થોડા સમય માટે મુલતવી રાખો. બિનજરૂરી ખરીદી પછી નાણાંનો ખર્ચ વધી શકે છે. તમારે શેર માર્કેટમાં રોકાણ કરવું વધુ સારું રહેશે. આજે તમને તમારા જીવનસાથીનો પૂરતો સહયોગ મળશે. જેના કારણે તમે ખુશ રહેશો.

ADVERTISEMENT

કન્યા
આજનો દિવસ તમારા માટે એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે. તમે તમારી સુખ-સુવિધાની કેટલીક વસ્તુઓ ખરીદવા પર પણ સારી રકમ ખર્ચ કરશો. તમારે તમારા કેટલાક ઈર્ષાળુ અને ઝઘડાખોર મિત્રોથી સાવધાન રહેવાની જરૂર છે. તમે કેટલીક બિઝનેસ યોજનાઓમાં સારા પૈસા પણ રોકાણ કરી શકો છો. તમારે તમારા ખાનપાન પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ, નહીં તો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

તુલા
આજનો દિવસ તમારા માટે રચનાત્મક કાર્યમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. નવી બાબતો તમારા પક્ષમાં રહેશે. જે કામ લાંબા સમયથી અટવાયેલા છે તે આજે પૂરા થઈ શકે છે. તમારે તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ વિશે પરિવારના કોઈ સભ્ય સાથે વાત કરવી પડશે. વિદ્યાર્થીઓએ આજે ઘણી મહેનત કરવી પડશે. તો જ તેમને સફળતા મળશે. વેપારીઓને આ કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. જેનાથી તેઓને સારી આવક થશે.

વૃશ્ચિક
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. પરંતુ તમારે કોઈપણ કાયદાકીય બાબતમાં ઉતાવળ ન કરવી જોઈએ. અનુભવી વ્યક્તિ સાથે વાત કરતા રહો. રોકાણ સંબંધિત યોજનાઓ પર તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે. તમારે તમારા વધતા ખર્ચને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો પડશે. કાર્યસ્થળ પર તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે, જે તમારું મનોબળ વધુ વધારશે. આજે ધન લાભના યોગ પણ બની રહ્યા છે.

ધન
નાણાકીય દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. કોઈપણ કાર્યમાં તમારે તેની નીતિઓ અને નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. જો તમને વડીલો પાસેથી કોઈ શીખ મળે, તો તેનો ચોક્કસ અમલ કરો. જો તમને તમારા કાર્યસ્થળમાં ધાર્યા કરતાં વધુ લાભ મળશે તો તમારી પ્રશંસાની કોઈ સીમા રહેશે નહીં. આજે તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા જોઈએ, નહીં તો તેમાં તમને મોટું નુકસાન થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ આજે પૂરા થઈ શકે છે.

મકર
આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. જો તમે ટ્રિપ પર જવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારો કિંમતી સામાન સાચવીને રાખો. આજે તમારે તમારી વાણી પર કંટ્રોલ રાખવો પડશે, નહીં તો તમારો કોઈની સાથે વિવાદ સર્જાઈ શકે છે. જો તમને તમારા કાર્યક્ષેત્રમાં તમારી યોગ્યતા મુજબ કામ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. મિત્રોનો સહયોગ તમારી સાથે રહેશે. કેટલાક નવા સંપર્કોથી તમને ફાયદો થશે.

કુંભ
ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. ધાર્મિક કાર્યોમાં તમને સંપૂર્ણ રસ રહેશે. તમે તમારા પૈસાનો થોડો ભાગ પરોપકારી કાર્યોમાં પણ વાપરી શકો છો. જો તમે નકારાત્મક વિચારો ધરાવો છો તો તે સમસ્યાઓનું કારણ બની શકે છે. બિઝનેસમાં તમારે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાની જરૂર નથી. મિલકત સંબંધિત કોઈ કામ અંગે તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો તો તમારા માટે સારું રહેશે. આજે તમને માતા-પિતા અને જીવનસાથીનો પૂરો સાથ મળશે. જેથી તમે ખુશ રહેશો.

મીન
આજનો દિવસ તમારા માટે ઊર્જાસભર રહેવાનો છે. તમારી દિનચર્યામાં કોઈ ફેરફાર ન કરો, નહીં તો તેનાથી કોઈ ભૂલ થઈ શકે છે. બિઝનેસમાં તમે કેટલાક મહત્વપૂર્ણ પ્લાન પર સંપૂર્ણ ધ્યાન આપો. કામની સાથે-સાથે પારિવારિક જવાબદારીઓમાં ઢીલ ન કરો, નહીં તો પરિવારના સભ્યો તમારાથી નારાજ થઈ શકે છે. તમારે કોઈ પણ કામ ઉતાવળથી ન કરવું જોઈએ, નહીં તો ભૂલ થઈ શકે છે. તમારા સારા વર્તનને કારણે તમારા મિત્રોની સંખ્યા પણ વધશે. તમારા લાંબા સમયથી અટકેલા કેટલાક કામ પૂર્ણ થઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT