‘આ છે ભાજપનું ગુજરાત મોડલ’ જૂનાગઢમાં ઝેરી દારૂના કારણે મોત પર રાહુલ ગાંધીના પ્રહારો..
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કથિત રીતે ઝેરી દારૂ પીવાથી જૂનાગઢમાં થયેલા મોતને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે.…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કથિત રીતે ઝેરી દારૂ પીવાથી જૂનાગઢમાં થયેલા મોતને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં માત્ર દેખાડાની દારૂબંધી છે. આની સાથે જ તેમણે રોજગારી મુદ્દે પણ ભાજપ પર આખરા પ્રહાર કરતું ટ્વીટ કર્યું હતું.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે.. ગઈકાલે ડ્રાય સ્ટેટ એવા ગુજરાત રાજ્યમાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થયા છે. એક બાજુ દેખાડો કરવા પૂરતી દારૂ બંધી છે તો બીજી બાજુ ઝેરી દારૂ અને ડ્રગ્સના કારણે લોકો મરી રહ્યા છે. સરકાર રોજગારીને બદલે ઝેર આપી રહી છે.
'ड्राई स्टेट' गुजरात में कल फिर ज़हरीली शराब से लोगों की मृत्यु हुई!
एक तरफ़ दिखावे की शराबबंदी, दूसरी ओर ज़हरीली शराब और ड्रग्स से लोग मर रहे हैं – रोज़गार की जगह ज़हर दे रही है सरकार।
ये है भाजपा का 'गुजरात मॉडल'! गांधी-सरदार की भूमि को नशे में लिप्त कर दिया है।#RejectBJP
— Rahul Gandhi (@RahulGandhi) November 29, 2022
ADVERTISEMENT
ભાજપના ગુજરાત મોડલ પર ઉઠાવ્યા સવાલ
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે શું આ છે ભાજપનું ‘ગુજરાત મોડલ’! ગાંધી-સરદારની ધરતીને હવે નશામાં ડૂબોડી દેવામાં આવી રહી છે.” આની સાથે રાહુલ ગાંધીએ #RejectBJP હેશટેગ પણ મૂક્યું છે.
તરફડિયા મારતા યુવાનો હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત
પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર, જુનાગઢના ઘાંચિપીઠમાં રહેલાત બે યુવાનો ગાંધીચોકમાં લઠ્ઠો કે કેમિકલ જેવું કાંઈ પી જતાં મોત નીપજ્યા છે. સાંજના સાત વાગ્યાના અરસામમાં ગાંધીચોકમાં રફીક ઘોંઘારી અને તેનો મિત્ર એમ બે યુવાનોને તરફડીયા મારતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે હોસ્પિટલમાં આ યુવાનો પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ તો બંનેના શંકાસ્પદ મોતને આધારે પોલીસે તપાસ આરંભી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT