'હવે હું અહીંનો થઈ ગયો, માં ગંગાએ ગોદ લઈ લીધો', વારાણસીમાં બોલ્યા પીએમ મોદી

ADVERTISEMENT

PM Modi Varanasi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
social share
google news

PM Modi in Varanasi : ત્રીજી વખત દેશની સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. આ દરમિયાન, તેમણે વારાણસીમાં આયોજિત ખેડૂતોના સંમેલનમાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યો છે. જે હેઠળ, PM એ દરેક હપ્તાના 2,000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા. 9 કરોડથી વધુ ખેડૂતોના પૈસા ડિજિટલી ટ્રાન્સફર થયા. સાથે પીએમ મોદીએ સ્વયં સહાયક જૂથની 30,000થી વધુ મહિલાઓને કૃષિ સખી પ્રમાણપત્ર પણ આપ્યા. 

ચૂંટણીમાં 31 કરોડથી વધુ મહિલાઓએ ભાગ લીધો : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 'આ ચૂંટણીમાં 31 કરોડથી વધુ મહિલાઓએ ભાગ લીધો. આ એક દેશની મહિલા મતદારોની સંખ્યાના હિસાબથી દુનિયામાં સૌથી વધુ છે. આ સંખ્યા અમેરિકાની સંપૂર્ણ વસ્તીની આસપાસ છે. ભારતની લોકશાહીની આ જ સુંદરતા આ જ તાકાત સમગ્ર દુનિયાને આકર્ષિત પણ કરે છે. પ્રભાવિત પણ કરે છે. હું બનારસના તમામ મતદારોનો પણ લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે આભાર વ્યક્ત કરું છું. આ બનાસરના લોકો માટે પણ ગર્વની વાત છે, કાશીના લોકોએ ન માત્ર સાંસદ બનાવ્યો પરંતુ ત્રીજી વખત પ્રધાનમંત્રી પણ ચૂંટ્યો છે.'

હવે તો માં ગંગાએ પણ મને ગોદ લઈ લીધો છે: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 'ચૂંટણી બાદ આજે પહેલીવાર બનારસ આવ્યો છું. કાશીની જનતાને મારા પ્રણામ. બાબા વિશ્વનાથ અને માં ગંગાના આશીર્વાદથી કાશીવાસીઓના આશીર્વાદથી મને ત્રીજી વખત પ્રધાન સેવક બનવાનું સૌભાગ્ય મળ્યું છે. કાશીના લોકોએ મને સતત ત્રીજી વખત પોતાનો પ્રતિનિધિ પસંદ કરીને ધન્ય કરી દીધો છે. જેમ કે મને ગોદ લઈ લીધો હોય. હું અહીંનો થઈ ગયો. આટલી ગરમી છતા તમે સૌ આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવ્યા છો અને તમારું તપ જોઈને સૂર્ય દેવ પણ થોડીક ઠંડક વરસાવવા લાગ્યા છે.'

ADVERTISEMENT

દુનિયાએ કાશીને બદલતા જોઈ : સીએમ યોગી

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'નવી કાશીના કાયાકલ્પ માટે હજારો કરોડ રૂપિયા લાગ્યા છે. દુનિયાએ કાશીને બદલતા જોઈ છે. જ્યારે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ મોદીજીએ લીધા તો તેમણે સૌથી પહેલું કાર્ય અને સૌથી પહેલા કોઈ ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હોય તો તે ખેડૂતો માટે કર્યા. ખેડૂતો માટે સમર્પિત અને આજે દેશના કરોડો ખેડૂતોને પ્રધાનમંત્રી મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિની નવી ભેટની સાથે અભિયાન શરૂ થઈ રહ્યું છે.'

માં ગંગાના પુત્રનું સ્વાગત : સીએમ યોગી

મુખ્યમંત્રી યોગીએ કાશીવાસીઓ તરફથી પીએમ મોદીનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, 'ત્રીજી વખત પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી કાશી પહોંચ્યા છે. પીએમ પોતાના અન્નદાતાઓ વચ્ચે પહોંચ્યા છે. આ અવસરે માં ગંગાના પુત્રનું સ્વાગત કરું છું.'

ADVERTISEMENT

આ પણ વાંચો- 2000 રૂપિયા જમા થયા! ખેડૂતો માટે મોટા સમાચાર, પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT