‘BJP ને 370 સીટો તો NDA 400ને પાર’, PM મોદીએ કહ્યું- માત્ર 100-125 દિવસમાં જ અમે આવી રહ્યા છીએ પરત

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
  • વિપક્ષ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયો: PM
  • ‘દેશનો મૂડ NDAને 400 સીટોને પાર કરાવીને જ રહેશે’

Parliament Budget Session 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભાને સંબંધિત કર્યું. તેઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

વિપક્ષે લીધો છે સંકલ્પ: PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિપક્ષે જે સંકલ્પ કર્યો છે, તેની હું પ્રશંસા કરું છું. આનાથી મારો અને દેશનો વિશ્વાસ પાક્કો થયો છે. તેમણે લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનો સંકલ્પ લીધો છે. ઘણા દાયકાઓ સુધી જેવી રીતે અહીં બેઠા હતા, તેવી જ રીતે ઘણા દાયકા સુધી ત્યાં બેસવાનો તમારો સંકલ્પ જનતા પૂરો કરશે.

ADVERTISEMENT

‘મને ખાતરી છે કે જનતા તમને ચોક્કસ આશીર્વાદ આપશે’

મોદીએ કહ્યું કે, તમે (વિપક્ષ) જે રીતે મહેનત કરી રહ્યા છો. મને ખાતરી છે કે જનતા તમને ચોક્કસપણે આશીર્વાદ આપશે અને તમે અત્યારે જે ઊંચાઈ પર છો, તેના કરતા પણ વધારે ઊંચાઈ પર જરૂર પહોંચશો અને આગામી ચૂંટણીમાં તમે વિઝીટર ગેલેરીમાં જોવા મળશો.

‘ક્યાં સુધી સમાજમાં ભાગલા પાડતો રહેશે વિપક્ષ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર ફરી એકવાર નિશાન સાધતા કહ્યું કે, ક્યાં સુધી વિપક્ષ સમાજમાં ભાગલા પાડતો રહેશે. આ લોકોએ દેશને ખૂબ જ તોડ્યો છે. આ ચૂંટણીનું વર્ષ છે, કેટલાક મહેનત કરે છે તો કેટલાક લોકોને ગેરમાર્ગે દોરે છે.

ADVERTISEMENT

કોંગ્રેસને મળી હતી સારી તકઃ PM

કોંગ્રેસને સારો વિપક્ષ બનવાનો મોકો મળ્યો હતો. 10 વર્ષ ઓછા નથી હોતા. પરંતુ વિપક્ષ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયો. જ્યારે તેઓ પોતે નિષ્ફળ ગયા ત્યારે વિપક્ષમાં કેટલાક સારા લોકો પણ છે, તેઓએ તેમને ઉભરવા પણ ન દીધા. જો તેમની છબી ઉભરી જાત તો કોઈની છબી દબાઈ જાય તેમ હતી. એક પ્રકારથી એટલું મોટું નુકસાન કરી દીધું, પોતાનું પણ અને વિપક્ષનું પણ. સંસદનું પણ અને દેશનું પણ. એટલા માટે મને લાગે છે કે દેશને એક સ્વસ્થ અને સારા વિપક્ષની જરૂર છે.

ADVERTISEMENT

‘આ બધા પરિવારવાદનો બન્યા ભોગ’

પીએમ મોદીએ કહ્યું કે, દેશ જેટલો પરિવારવાદનો ભોગ બન્યો છે, તેટલું જ નુકસાન ખુદ કોંગ્રેસે પણ સહન કર્યું છે. પરિવારવાદની સેવા તો કરવી પડે છે. મલ્લિકાર્જુન ખડગે આ ગૃહમાંથી તે ગૃહમાં ચાલ્યા ગયા. ગુલામ નબી તો પાર્ટીમાંથી જ શિફ્ટ થઈ ગયા. આ બધા પરિવારવાદનો ભોગ બન્યાં છે. એક જ પ્રોડક્ટને વારંવાર લોન્ચ કરવાના ચક્કરમાં પોતાની જ દુકાન પર તાળુ લગાવવાનો વારો આવ્યો છે.

પરિવારવાદ દેશના લોકતંત્ર માટે ખતરોઃ PM

પીએમ મોદીએ કહ્યું કે, દેશ પરિવારવાદથી પીડિત છે. વિપક્ષમાં એક જ પરિવારની પાર્ટી છે. અમને જુઓ, ન તો રાજનાથજીની કોઈ પોલિટિકલ પાર્ટી છે, ન તો અમિત શાહની કોઈ પોલિટિકલ પાર્ટી છે. જ્યાં માત્ર એક પરિવારની પાર્ટી જ સર્વોચ્ચ હોય, તે લોકશાહી માટે સારું નથી. દેશના લોકતંત્ર માટે પરિવારવાદી રાજનીતિ આપણા સૌ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ.

પીએમ મોદીએ કહ્યું- આ વખતે NDA 400ને પાર

લોકસભાની ચૂંટણીના પરિણામ પર પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં એક એવા મંદિરનું નિર્માણ થયું છે, જે ભારતની મહાન પરંપરાને ઉર્જા આપતું રહેશે. અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ પણ હવે દૂર નથી. વધુમાં વધુ 100-125 દિવસ બાકી છે. આખો દેશ કહી રહ્યો છે કે અબ કી બાર મોદી સરકાર. હું સામાન્ય રીતે આંકડાઓના ચક્કરમાં નથી પડતો. પરંતુ હું જોઈ રહ્યો છું કે દેશનો મૂડ NDAને 400 સીટોને પાર કરાવીને જ રહેશે અને ભાજપને 370 સીટો ચોક્કસ આપશે. અમારો ત્રીજો કાર્યકાળ આગામી 1000 વર્ષો માટે મજબૂત પાયો નાખવાનું કામ કરશે.

    follow whatsapp

    ADVERTISEMENT