Parliament Special session: ‘આ ઐતિહાસિક નિર્ણયોનું સત્ર છે’- નવા સંસદભવનમાં પ્રવેશ પહેલા PM નરેન્દ્ર મોદી

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

Parliament Special session: સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં કુલ આઠ બિલ રજૂ કરવામાં આવશે, જેમાંથી સરકારે ચાર બિલો રજૂ કર્યા છે. સોમવારે પ્રથમ દિવસે આઝાદી પછીના 75 વર્ષની ઉપલબ્ધિઓ પર ચર્ચા થશે અને સંસદને નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવશે. બીજા દિવસે મંગળવારે સવારે તમામ સાંસદોને ગ્રુપ ફોટો માટે બોલાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે સત્રના પહેલા દિવસની કાર્યવાહી જૂની સંસદમાં થશે. આ પછી 19 સપ્ટેમ્બરે નવી સંસદમાં કામકાજ શરૂ થશે. નવી સંસદ ભવન તરફ જતી વખતે સંસદના કર્મચારીઓ નહેરુ જેકેટ અને ખાકી રંગનું પેન્ટ પહેરશે.

Fisherman News: દીવથી ખદેડ્યા તો હવે ગુજરાતમાંથી પણ છત છીનવાઈ જવાની, જવું તો જવું ક્યાં?

શું બોલ્યા નરેન્દ્ર મોદી?

આ દરમિયાન સંસદ પરિસરમાં પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ચંદ્ર પર તિરંગો લહેરાયો છે. શિવ શક્તિ પોઈન્ટ પ્રેરણાનું કેન્દ્ર બન્યો છે. ચંદ્રયાન 3 પ્રેરણાનું નવું કેન્દ્ર છે. જી-20ની અભૂતપૂર્વ સફળતા, સંભાવનાઓ અને સફળતા સાથે ભારત ગ્લોબલ સાઉથની અવાજ બન્યું છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સત્ર નાનું છે પરંતુ સમયની દૃષ્ટિએ મોટું સત્ર છે. આ ઐતિહાસિક નિર્ણયોનું સત્ર હશે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે આખી દુનિયામાં આ (ચંદ્રયાન-3) જેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ત્યારે તે આધુનિકતા અને ટેક્નોલોજી સાથે જોડાયેલી છે. અને જ્યારે આવું થાય છે, ત્યારે ઘણી તકો આપણા દ્વારે ઊભી રહે છે. આવતીકાલે ગણેશ ચતુર્થી છે, ગણેશજીને વિઘ્નહર્તા કહેવાય છે. હવે દેશની વિકાસયાત્રામાં કોઈ વિઘ્ન નહીં આવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતને હંમેશા એ વાત પર ગર્વ રહેશે કે આફ્રિકન યુનિયન જી-20નું કાયમી સભ્ય બન્યું છે. આ બધું ભારતના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે. ગઈકાલે એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ સેન્ટર ‘યશોભૂમિ’ પણ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT