Fisherman News: દીવથી ખદેડ્યા તો હવે ગુજરાતમાંથી પણ છત છીનવાઈ જવાની, જવું તો જવું ક્યાં? - fisherman news fishermen are in problem for accomodation due to this - GujaratTAK
આપણું ગુજરાત રાજનીતિ લેટેસ્ટ સ્ટોરીઝ

Fisherman News: દીવથી ખદેડ્યા તો હવે ગુજરાતમાંથી પણ છત છીનવાઈ જવાની, જવું તો જવું ક્યાં?

Fisherman News: ઉનાના સિમર બંદરના માછીમારોની મુશ્કેલી વધી છે. પહેલા પ્રવાસન સ્થળ દીવથી ખદેડ્યા તો હવે ગુજરાત સરકારનું ક્ષાર અંકુશ વિભાગ જગ્યા ખાલી કરવા દબાણ કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની તું તું મે મે માં માછીમારો બેઘર બને તેમ છે. ઉના તાલુકાનું સિમર બંદર કે સદીઓથી બહુ મોટું નામ ધરાવે છે. મુઘલો, અંગ્રેજો […]

Fisherman News: ઉનાના સિમર બંદરના માછીમારોની મુશ્કેલી વધી છે. પહેલા પ્રવાસન સ્થળ દીવથી ખદેડ્યા તો હવે ગુજરાત સરકારનું ક્ષાર અંકુશ વિભાગ જગ્યા ખાલી કરવા દબાણ કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની તું તું મે મે માં માછીમારો બેઘર બને તેમ છે.

ઉના તાલુકાનું સિમર બંદર કે સદીઓથી બહુ મોટું નામ ધરાવે છે. મુઘલો, અંગ્રેજો અને પોર્ટુગીઝો થઈ અત્યાર સુધી ઉના તાલુકાનું આ સિમર બંદર જગ વિખ્યાત બન્યું છે. ઉનાના તમામ બંદરો પૈકીનું એક બંદર ગણવા આવે છે. જ્યાં વર્ષો માછીમારો મચ્છીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ આજે આ માછીમારો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બે વિભાગના કારણે ટલ્લે ચઢ્યું છે. અને અહી વસતા માછીમારો હવે બેઘર થવાની તૈયારીમાં છે. કારણ કે ઉના નજીક આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની અમુક જમીન પોર્ટુગીઝ શાસન સમયથી સિમર બંદરમાં આવેલી છે. ત્યાં વર્ષોના વર્ષો સુધી લોકો વસવાટ કરીને માછીમારી કરી રહ્યા હતા અને એ લોકો દીવના નાગરિક હતા અને દીવના લોકોને મળતી તમામ સવલતો પણ એ પરિવારોને મળતી હતી પરંતુ અચાનક 2016 માં આ તમામ પરિવારોના નામ દીવમાંથી કમી કરી નાખવામાં આવે છે અને તેના રહેઠાણો પર માત્ર 2 દિવસમાં બુલ્ડોઝર ફેરવીને જમીન ખાલી કરાવી નાખતા આ પરિવારો સિમર બંદર માં જ ગુજરાત સરકાર ના સિંચાઇ વિભાગ ની જમીન માં રહે છે અને ત્યાં થી માછીમારી ઉદ્યોગ કરે છે. ત્યારે સિંચાઇ વિભાગે આવતા બે દિવસ માં આ જગ્યા ખાલી કરવાની નોટિસ આપતા આ 2500 થી વધુ લોકો હવે ક્યાં જશે તે સવાલ ઊભો થયો છે.

Teesta Setalvad News: ‘શું અમારા માટે પણ આવું થશે…’, સુપ્રીમ કોર્ટથી તીસ્તા શેતલવાડને રાહત મળવા પર JNU કુલપતિનો સવાલ

1 લાખથી વધુની રોજગારીને પડશે અસર

એક તરફ સરકાર સૌનો સાથ સૌનો વિકાસની વાત કરે છે અને આ સિમર બંદરના માછીમારો બેઘર બની રહ્યા છે. સિમર બંદર ભોગોલિક રીતે પણ માછીમારી માટે મહત્વનું છે. ભૂતકાળમાં એક મોટો ખાનગી ઉદ્યોગ પણ અહીં આવવાની હતો. પરંતુ સંજોગોવસાત તે કોડીનારમાં જતો રહ્યો. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે દીવને આ જમીન આપીને કોઈ ફાયદો થવાનો છે કે નથી? કેમ કે સિમર અને દીવ વચ્ચે 20 કિલોમીટરનું અંતર છે. સાથે આ જમીન આપી દેવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એક લાખથી વધુ લોકોની રોજગારી પર અસર થશે અને લોકો રોજગાર વગરના થશે. સિમરની એક બાજુ દીવની જમીન છે તો બીજી તરફ ફોરેસ્ટની જમીન છે ત્યારે માત્ર આ 13 એકર જમીન જ સિમરને બંદર તરીકે ચાલુ રાખશે. જો આ જગ્યા ચાલી જાય તો સિમર બંદર કાયમી માટે બંધ થઈ અને ઈતિહાસમાં દર્જ થઈ જશે. ત્યારે સરકારે દીવની આસપાસમાં આવેલી ગુજરાતની જમીનમાંથી તેને ટુકડો આપીને સિમર બંદરને બચાવી લેવું જોઈએ તેવું પણ ઘણા માની રહ્યા છે. ઉપરાંત આવી માગ માછીમાર અગ્રણીઓ અને એજન્સીઓ પણ કરી રહ્યા છે.

એક તરફ ગુજરાત ના તમામ બંદરો ના વિકાસ કામો પૂરજોશ માં હાથ ધરાઇ રહ્યા છે ત્યારે ઉના તાલુકાનું એક આખું બંદર જ બંધ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સરકાર આનો વહેવારિક ઉકેલ લાવે તેવી લોકો ની માંગણી છે.

(ભાવેશ ઠક્કર, ઉના)
45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…