રાહુલ ની સદસ્યતા રદ થવાની રાજનીતિ માં શું અસર થશે?
અમદાવાદ: મોદી સરનેમ પર વિવાદિત ટિપ્પ્ણી કરવાને કારણે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી 2 વર્ષની સજા ફટકારી છે. લોકસભાની ચૂંટણી નજીક છે…
ADVERTISEMENT
અમદાવાદ: મોદી સરનેમ પર વિવાદિત ટિપ્પ્ણી કરવાને કારણે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી 2 વર્ષની સજા ફટકારી છે. લોકસભાની ચૂંટણી નજીક છે અને એવા વખતે રાહુલ ગાંધીને આ કાયદાકીય ઝટકો લાગ્યો છે. ત્યારે હવે અનેક સવાલો સામે આવી રહ્યા છે. હવે રાજનીતિમાં શું ફેરફાર આવશે?
રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા. ત્યારે આજે રાહુલ ગાંધીએ પોતાનું સાંસદ પદ ગુમાવ્યું છે. રાહુલ ગાંધી સાંસદમાં મોદી સરકાર પર વરસી પડ્યા હતા. અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને બરાબર ઘેરી હતી. ત્યારે હવે રાહુલ ગાંધી હવે સંસદમાં રાહુલ ગાંધી હવે જોવા નહીં મળે.
રાહુલે વાયનાડમાં 4 લાખથી વધુ મતોથી જીત મેળવી હતી. રાહુલ ગાંધીએ અમેઠી સિવાય 2019માં કેરળના વાયનાડમાંથી પણ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં રાહુલ ગાંધીના હાથમાંથી ભલે અમેઠી છીનવાઈ ગઈ હોય પરંતુ વાયનાડમાં તેમણે ઐતિહાસિક જીત નોંધાવી હતી. તેમણે 4 લાખથી વધુ મતોની સરસાઈથી ચૂંટણી જીતી હતી. રાહુલને 6 લાખ 64 હજાર વોટ મળ્યા. બીજી તરફ સીપીઆઈના તેમના હરીફ પીપી સુનીરને લગભગ 2 લાખ 51 હજાર મત મળ્યા છે. વાયનાડથી ચૂંટણી લડવા પર પીએમ નરેન્દ્ર મોદીએ ત્યારે કહ્યું હતું કે કેરળના વાયનાડથી તેમનું લોકસભા ચૂંટણી લડવું એ દક્ષિણ ભારતને કોઈ પ્રકારનો સંદેશ નથી આપી રહ્યો પરંતુ તે તુષ્ટિકરણની રાજનીતિનો સંદેશ છે.
ADVERTISEMENT
રાજનીતિમાં શું અસર થઈ શકે છે
સુરતની સેશન્સ કોર્ટે મોદી સરનેમ કેસમાં બે વર્ષની સજા ફટકારી છે. RP એક્ટની કલમ 8(3) હેઠળના કોઈપણ ગુના માટે દોષિત ઠરેલા વ્યક્તિને દોષિત ઠેરવવાની તારીખથી ગેરલાયક ઠરાવવામાં આવશે જો તેને બે વર્ષથી ઓછી ન હોય તો કેદની સજા કરવામાં આવે. આ ઉપરાંત, વ્યક્તિ તેની સજા ભોગવ્યા પછી છ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. જો રાહુલ ગાંધીને હાઈકોર્ટમાંથી પણ રાહત નહીં મળે તો તેઓ 8 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા બાદ વાયનાડની સીટ ખાલી પડી છે એટલે કે ત્યાં પેટાચૂંટણી યોજાશે પરંતુ તેઓ નિયમો અનુસાર આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં.
રાહુલ ગાંધી આ વર્ષે જૂનમાં 53 વર્ષના થશે. રાજકીય નિષ્ણાતો કહે છે કે રાહુલ 2004થી રાજકારણમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ રાજકારણમાં ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી કે સોનિયા ગાંધી જેવી ઈમેજ બનાવી શક્યા નથી. રાહુલ ગાંધી જૂથવાદ સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસની છબી સુધારવા અને પરિવારવાદની છબીને તોડીને જનતાનો વિશ્વાસ જીતવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ કોંગ્રેસ માટે સમાન વાતાવરણ બનાવી શક્યા નથી. જો રાહુલને હાઈકોર્ટમાંથી પણ રાહત નહીં મળે તો તેઓ નિયમો હેઠળ 8 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. એટલે કે, જ્યારે તે ફરીથી ચૂંટણી લડવા માટે લાયક બનશે, ત્યારે તેની ઉંમર 60 વર્ષ હશે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે ભારત જોડો યાત્રા જેવું રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવ્યા પછી પણ જો રાહુલ ગાંધી જનતાનો વિશ્વાસ જીતી શક્યા નથી તો 8 વર્ષ સુધી રાજકારણથી દૂર રહ્યા પછી પણ તેઓ શું કરી શકશે?
ADVERTISEMENT
જો રાહુલ ગાંધી કોઈ ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાગે છે ત્યારે તે સંગઠન પર ધ્યાન આપી શકે છે. ગત વર્ષે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. જેમાં તેમણે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો ત્યારે હવે તે સંગઠન પર ધ્યાન આપી શકે છે. ત્યારે બીજી તરફ સોનિયા ગાંધીની તબિયત પણ સતત નાદુરસ્ત રહે છે. ત્યારે તેના રાજકીય સન્યાસ વિશે પણ ચર્ચા ચાલી રહી હતી. જોકે તેને આ વાત નકારી કાઢી હતી. ત્યારે હવે રાહુલ ગાંધી ને લાગેલ ફટકાથી તે સંસદમાં નહીં જોવા મળે પરંતુ તે સંગઠન પર ધ્યાન આપી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT