Hath se Hath Jodo Yatra: લોકસભાની તૈયારીઃ શક્તિસિંહ, ગેનીબેન સહિતના નેતાઓ સાથે પાલનપુરમાં કોંગ્રેસની “હાથ સે હાથ જોડો યાત્રા”

ADVERTISEMENT

gujarattak
social share
google news

Hath se Hath Jodo Yatra news: આગામી લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ રૂપે આજે પાલનપુરમાં કોંગ્રેસની ‘હાથ સે હાથ જોડો યાત્રા’ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. પાલનપુર હાઇવે ગઠામણ પાટીયાથી કોંગ્રેસી કાર્યકરોની બાઈક રેલી યોજી કાનુજી મહેતા હોલ ખાતે કોંગ્રેસ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાઈક રેલી પાલનપુરના કોજી વિસ્તારમાં પહોંચતા પાલિકા વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે રેલીનું સ્વાગત કર્યું હતું.

બાઈક રેલીથી શક્તિ પ્રદર્શન

સમગ્ર ગુજરાતમાં અત્યારથી જ જિલ્લા પંચાયત અને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દરેક જિલ્લામાં કાર્યક્રમમાં આપી રહી છે. જેના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પાલનપુરમાં હાથ સે હાથ જોડો યાત્રાનું આયોજન કરાયું હતું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા બાઈક રેલી થકી કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરાયું હતું.

RAJKOT માં ફૂડ માર્કેટનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો દટાયા, 1 મોતની આશંકા

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિત ધારાસભ્યોએ કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રામાં જોડાયા હતા. જો કે, કોંગ્રેસની આ યાત્રાનું પાલનપુરમાં પાલિકાના વિપક્ષ નેતા દ્વારા પણ સ્વાગત કરાયું હતું અને બનાસકાંઠાના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાશે અને આ સંવાદ કાર્યક્રમમાં તમામ પ્રશ્નોને એક કરી અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલ કલેકટરને આવેદનપત્ર આપી અને જિલ્લાના પ્રશ્નો હલ કરવાની રજૂઆત કરશે.

ADVERTISEMENT

પદયાત્રા યોજી, લોકોના હકની લડાઈ લડીશું: અમિત ચાવડા, કોંગ્રેસ નેતા

આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આજે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનું નેતૃત્વ આવી રહ્યું છે, જિલ્લા લોકોના પ્રશ્નોને વાચા આપીશું. અહીંના લોકોની ફરિયાદો, સમસ્યાઓ છે, ભ્રષ્ટાચાર છે, પદ યાત્રા કરીને કલેક્ટર કચેરી પહોંચી લોકોને ન્યાય મળે, હક મળે અને તેમના અધિકાર મળે એની લડાઈ લડીશું.

(ધનેશ પરમાર,બનાસકાંઠા)

    follow whatsapp

    ADVERTISEMENT