ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ સંઘવી કહ્યાના કલાકોમાં જ ગૃહ રાજ્યમંત્રીએ આપ્યો સણસણતો જવાબ
અમદાવાદ: વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે રાજ્યમાં લોકાર્પણોના કાર્યક્રમો જોર શોરથી થવા લાગ્યા છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એશિયાની…
ADVERTISEMENT
અમદાવાદ: વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે રાજ્યમાં લોકાર્પણોના કાર્યક્રમો જોર શોરથી થવા લાગ્યા છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એશિયાની સૌથી મોટી ગણવામાં આવતી વડોદરાની મંજૂસર GIDC પોલીસ સ્ટેશનનું ઉદ્વાટન કરવામાં આવ્યું હતું. ઉદ્વાટનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરવા ગુજરાત પોલિસ સતત કામગીરી કરી રહી છે. જેના પરિણામ ગુજરાત પોલીસે અત્યાર સુધીમાં 5200 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે આરોપીઑને ઝડપી પડ્યા છે.
હર્ષ સંઘવીએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં 5200 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડ્યું કે પકડાયું? જે નેતા ટ્વીટ કરીને એવું લખે છે કે ડ્રગ્સ પકડાયું. હકીકતમાં આવા લોકોને ખબર પડવી જોઇએ કે ડ્રગ્સ પકડાયું નથી ડ્રગ્સ પકડયું છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ બાબતે વધુ વિગતો આપતા કહ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સના દૂષણનો સફાયો બોલાવવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ રીતસર જંગે ચડી છે. હવે ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ આવા ડ્રગ્સ પેડલરો સામે સખ્ત કાર્યવાહી શરૂ કરી છે. એક જ વર્ષમાં 300 જેટલા આરોપીને જેલ હવાલે કર્યા છે. છેલ્લા કેટલાક સમયમાં દરિયાઈ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યા બાદ હવે પોલીસે ડ્રગ્સ પેડલરો સામે પણ લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં 5200 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે આરોપીઑને ઝડપી પડ્યા છે.
ડી-ગેંગ સાથે સબંધ ધરાવતી મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઇ
બુધવારે અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે MD ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે આ મહિલા અમીના બાનો અને તેના સાથીદારના નામ પરથી 31 ગ્રામથી વધુ ડ્રગ્સ કબજે કર્યું હતું. જેની કિંમત ત્રણ લાખથી વધુની હોવાનું કહેવાય છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી ઝડપાયેલી અમીના બાનો છે. ગુજરાતની પ્રથમ મહિલા ડોન જે ડ્રગ ડીલર છે અને ડ્રગ્સનો બિઝનેસ ચલાવે છે. અમીના બાનોની પૂછપરછમાં પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે તે ડી-ગેંગ સાથે સબંધ ધરાવે છે.
ADVERTISEMENT
ઈટાલિયાએ ગૃહમંત્રીને કહ્યા ડ્રગ્સ સંઘવી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા તમણે ભાવનગરમાં યુવાઓ સાથે શિક્ષણ અને સ્વાસ્થ્ય મુદ્દે સંવાદ કર્યો હતો.જેમાં ઇટાલિયાએ હર્ષ સંઘવી પર પ્રહાર કર્યો હતો તેમણે કહ્યું કે, યુવાનોની સરકારી નોકરી મેળવવા માટેની પીડા આ જીતુભાઈ, ડ્રગ્સ સંઘવી કે ભૂપેન્દ્ર ભાઈને એટલા માટે નથી સમજાતી કારણે તે આપણી જેટલું ભણ્યા નથી. 8 ચોપડી અને 9 ચોપડા ભણીને મંત્રી-તંત્રી અને સંત્રી થઈ ગયા છે. અહીંયા બધા બેઠા છે તે જીતુ વાઘાણી કરતા વધુ ભણેલા છે. એટલા માટે તેમને આપણી પીડા ન સમજાય.
ADVERTISEMENT
ADVERTISEMENT