અમેરિકા ફરવા ગયેલા ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનું હાર્ટ એટેકથી નિધન

ADVERTISEMENT

ચિરાગ ઝવેરીની તસવીર
Congress
social share
google news

Vadodara: છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવો ચિંતા જનક રીતે વધી રહ્યા છે. 15 વર્ષના બાળકોના પણ પળવારમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે હાર્ટ એટેકથી કોંગ્રેસના નેતાનો જીવ ગયો છે. વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરીનું હાર્ટ એટેકથી મોત થયું છે. તેઓ પોતાના પરિવાર સાથે અમેરિકા ફરવા ગયા હતા, આ દરમિયાન તેમના અચાનક નિધનથી ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

અમેરિકા ફરવા ગયા હતા ને આવ્યો હાર્ટ એટેક

વિગતો  મુજબ, વડોદરાના પૂર્વ મેયર અને ગુજરાત કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરી પરિવાર સાથે અમેરિકાના પ્રવાસે ગયા હતા. દરમિયાન તેઓ પોતાના મિત્રો સાથે સાઉથ અમેરિકાના ટાપુ પર ફરવા ગયા હતા. રાત્રે તેઓ સૂઈ ગયા પછી સવારે ઉઠ્યા જ નહીં. આથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ચિરાગ ઝવેરી 66 વર્ષની વયના હતા અને તેઓ 33 વર્ષ સુધી કાઉન્સિલર રહ્યા હતા. 

છેલ્લા 6 મહિનામાં હાર્ટને લગતા 40 હજારથી વધુ કેસ નોંધાયા

નોંધનીય છે કે, દેશ સહિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો થયો છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો 108 ઈમરજન્સીના ડેટા મુજબ, જાન્યુઆરીથી જૂન 2024 સુધીમાં 40047 હાર્ટને લગતા કેસ નોંધાયા છે. જેમાં મે મહિનામાં 7175 જ્યારે એપ્રિલમાં 5907 કેસો નોંધાયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT