Lok Sabha: BJPના 100 ઉમેદવારોની પહેલી લિસ્ટ ફાઈનલ! PM મોદી વારાણસી, અમિત શાહ આ સીટથી ચૂંટણી લડશે

ADVERTISEMENT

PM મોદી અને અમિત શાહની ફાઈલ તસવીર
PM મોદી અને અમિત શાહની ફાઈલ તસવીર
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

લોકસભા ચૂંટણીની (Lok Sabha 2024) તૈયારીમાં વ્યસ્ત ભાજપે (BJP) તેના 100 ઉમેદવારોના નામ લગભગ ફાઈનલ કરી લીધા છે.

point

સૂત્રોનું કહેવું છે કે એક-બે દિવસમાં પ્રથમ યાદી આવી શકે છે. પ્રથમ યાદીમાં 100 ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે.

point

આ યાદીમાં પીએમ (વારાણસી), અમિત શાહ (ગાંધીનગર), રાજનાથ સિંહ (લખનૌ) સહિતના હાઈપ્રોફાઈલ ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે

Lok Sabha Election BJP Candidates: લોકસભા ચૂંટણીની (Lok Sabha 2024) તૈયારીમાં વ્યસ્ત ભાજપે (BJP) તેના 100 ઉમેદવારોના નામ લગભગ ફાઈનલ કરી લીધા છે. મોડી રાત સુધી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી જેમાં પીએમ મોદીએ (PM Modi) પણ ભાગ લીધો હતો. પીએમ મોદી 11 વાગે સેન્ટ્રલ ઓફિસ આવ્યા અને સવારે 3.30 વાગે નીકળી ગયા. બેઠકમાં પ્રથમ યાદી પર ચર્ચા થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે એક-બે દિવસમાં પ્રથમ યાદી આવી શકે છે. પ્રથમ યાદીમાં 100 ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Rajkot: બેકાબૂ કાર પૂરપાટ ઝડપે દુકાનના ઓટલે બેઠેલા લોકો પર ફરી વળી, CCTVમાં કેદ LIVE અકસ્માત

PM મોદી વારાણસીથી અને અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે!

આ યાદીમાં પીએમ (વારાણસી), અમિત શાહ (ગાંધીનગર), રાજનાથ સિંહ (લખનૌ) સહિતના હાઈપ્રોફાઈલ ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે અને 'નબળી' સીટો પર ફોકસ કરવામાં આવ્યું છે કે જે 2019માં BJPએ નજીવા માર્જિનથી હારી કે જીતી હતી. મોડી રાત્રે CECની બેઠકમાં જે રાજ્યો પર ચર્ચા કરવામાં આવી હતી તેમાં યુપી, એમપી, ઉત્તરાખંડ, ગુજરાત, આસામ, તેલંગાણા, કેરળ અને અન્યનો સમાવેશ થાય છે. 

આ મોટો નેતાઓ પણ લોકસભા ચૂંટણી લડી શકે

કેન્દ્રીય મંત્રીઓ કે જેઓ રાજ્યસભાના સાંસદ છે જેઓ આગામી ચૂંટણી લડી શકે છે તેમાં ભૂપેન્દ્ર યાદવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, સર્બાનંદ સોનોવાલ, વી મુરલીધરનનો સમાવેશ થાય છે. ભાજપ ઘણા મહિલા ચહેરાઓ સહિત નવા ચહેરાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: Rule Change: LPG સિલિન્ડરથી લઈને FASTag કેવાયસી સુધી...આજથી દેશમાં થયા આ 5 મોટા ફેરફાર

દિલ્હીમાં ત્રણ સાંસદોનું પત્તું સાફ થઈ શકે

આ સિવાય બીજેપી બંગાળના આસનસોલમાં ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિંહા સામે ચૂંટણી લડવા માટે ભોજપુરી સ્ટાર પવન સિંહ સહિત અન્ય સ્થળોએ કેટલાક સેલિબ્રિટી ચહેરાઓને પણ લાવી શકે છે. દિલ્હી ભાજપના સાંસદોનું ભાવિ જોખમમાં છે કારણ કે પાર્ટી ઓછામાં ઓછા ત્રણ વર્તમાન સાંસદોને બદલવાની તૈયારીમાં છે.

અન્નામલાઈ તમિલનાડુથી ચૂંટણી લડશે

તમિલનાડુ બીજેપી અધ્યક્ષ અન્નામલાઈને પણ મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને ભોપાલથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. હાલમાં ભોપાલથી બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર છે જે ઘણીવાર વિવાદોમાં રહે છે. આ સિવાય બીજેપીના વર્તમાન સાંસદો બંડી સંજય, જી કિશન રેડ્ડી અને અરવિંદ ધર્મપુરીને ફરીથી તેલંગાણામાં મેદાનમાં ઉતારવામાં આવશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: દેવું કરીને ઘી પીવાનું! ગુજરાત સરકારનું દેવું વધીને 4.12 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું

આસામમાં સાથી પક્ષોને ત્રણ બેઠકો મળશે

આ બેઠકમાં વિવિધ રાજ્યોની પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાજસ્થાન પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને આ દરમિયાન સીએમ ભજનલાલ, વસુંધરા રાજે અને સતીશ પુનિયા પણ હાજર હતા. આસામ અંગે, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 3 બેઠકો ભાજપના સાથી પક્ષોને આપવામાં આવશે જ્યારે 2 બેઠકો આસામ ગણ પરિષદને અને 1 બેઠક એપીપીએલને આપવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT