દેવું કરીને ઘી પીવાનું! ગુજરાત સરકારનું દેવું વધીને 4.12 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું

Gujarat Tak

ADVERTISEMENT

ગુજરાત સરકારનું દેવું
Gujarat Debt
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગુજરાત સરકારનું દેવું અને અન્ય જવાબદારીઓનો આંકડો વધીને 4.12 લાખ કરોડ પર પહોંચી ગયો છે.

point

વિધાનસભા સત્રના છેલ્લા દિવસે CAGનો સરકારના નાણાકીય હિસાબોનો ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

point

રાજ્ય સરકાર પર કુલ 4.12 લાખ કરોડના દેવામાંથી સરકારી દેવાની રકમ 3,25,273 કરોડ છે.

Gujarat Government Debt: ગુજરાત સરકારનું દેવું અને અન્ય જવાબદારીઓનો આંકડો વધીને 4.12 લાખ કરોડ પર પહોંચી ગયો છે. વિધાનસભા સત્રના છેલ્લા દિવસે CAGનો સરકારના નાણાકીય હિસાબોનો ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આ ખુલાસો થયો હતો.

આ પણ વાંચો: Rajkot: બેકાબૂ કાર પૂરપાટ ઝડપે દુકાનના ઓટલે બેઠેલા લોકો પર ફરી વળી, CCTVમાં કેદ LIVE અકસ્માત

સરકારી દેવાની કુલ રકમ 3.25 લાખ કરોડ

રાજ્ય સરકાર પર કુલ 4.12 લાખ કરોડના દેવામાંથી સરકારી દેવાની રકમ 3,25,273 કરોડ છે. જ્યારે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મળેલી લોન અને અન્ય પેશગીનો આંકડો 35,458 કરોડ છે. જ્યારે અન્ય જવાબદારીઓની રકમ 51,674 કરોડ થાય છે. CAGના રિપોર્ટ મુજબ, 43000 કરોડની બજાર લોન લીધી છે જેની સામે 14,700 કરોડ રૂપિયાની લોન ભરી છે. 2023ના અંત સુધી આ લોનની રકમ 2,83,057 કરોડ પર હતી. 

આ પણ વાંચો: Rule Change: LPG સિલિન્ડરથી લઈને FASTag કેવાયસી સુધી...આજથી દેશમાં થયા આ 5 મોટા ફેરફાર

છેલ્લા બે વર્ષના હિસાબ પર નજર

છેલ્લા બે વર્ષના હિસાબ પર નજર કરીએ તો સરકારે 2021-22માં બાકી દેવા અને જવાબદારીઓનો આંકડો 3,80,797.53 કરોડ હતો, જેમાં 2022-23માં 31580 કરોડનો વધારો થયો છે. તો જાહેર દેવું, નાની બચત અને ભવિષ્ય નિધિ વગેરેમાં 24,224 કરોડ અને અન્ય જવાબદારીઓમાં 1128.83 કરોડ મળીને 25,353.68 કરોડનું વ્યાજ ચૂકવ્યું છે.  

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT