સત્યેન્દ્ર જૈનને મોટો ફટકો, મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી:  હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ કેસમાં સહ આરોપી વૈભવ જૈન અને અંકુશ જૈનની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગયા વર્ષે 30 મેના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. એજન્સી દ્વારા વર્ષ 2022માં મે મહિનામાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી જૈન જેલમાં છે. જૈન પર તેમની સાથે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા કથિત રીતે

જેલની બહાર ગયા તો પુરાવા સાથે કરી શકે છે છેડછાડ
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈનના કેસમાં ગુરુવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હાઈકોર્ટે તેમની જામીન માટે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે એક પ્રભાવશાળી વ્યક્તિ છે અને જેલની બહાર ગયા બાદ કેસ સંબંધિત પુરાવા સાથે ચેડા કરી શકે છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: નહીં વધે EMI, વ્યાજદરમાં વધારાનો દોર 6 ઝટકા બાદ અટક્યો, જાણો શું કહ્યું શક્તિકાંત દાસે

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે સત્યેન્દ્ર જૈનની જામીન અરજીને ફગાવી દેવાના નીચલી કોર્ટના નિર્ણયમાં કોઈ ગેરકાનૂનીતા કે કોઈ ખામી નથી. ઉલ્લેખનીય છે કે, નીચલી કોર્ટે વર્ષ 2022માં સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી દીધી હતી. આ પછી, જૈનના વકીલ દ્વારા 17 નવેમ્બરે દિલ્હી હાઈકોર્ટમાં નીચલી કોર્ટના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી અને આ અરજીમાં ત્રણેય આરોપીઓએ નીચલી કોર્ટના આદેશને પડકાર્યો હતો. હાઈકોર્ટે 21 માર્ચે ED અને AAP નેતાના વકીલની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી પરના આદેશો અનામત રાખ્યા હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT