'બનાસની બેન ગેનીબેન'ની પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સફર, Gujarat Tak પર જુઓ વિશેષ અહેવાલ

ADVERTISEMENT

Banaskantha Lok Sabha seat
'બનાસની બેન ગેનીબેન'ની પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સફર
social share
google news

Banaskantha Lok Sabha Seat: લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં ભાજપના નેતૃત્વવાળી NDAને 292 સીટો મળી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 234 સીટો મળી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 26માંથી 25 બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસ બાજી મારી ગયું છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં 10 વર્ષ બાદ કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવ્યું છે, આ વખતે બનાસકાંઠા બેઠક પર 'બનાસની બેન ગેનીબેન'એ જીત મેળવી છે.  ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી બીજા મહિલા સાંસદ બન્યા છે. 1962 પછી પહેલીવાર આ લોકસભા બેઠક પરથી મહિલા સાંસદ ચૂંટાયા છે. 

ગેનીબેનની બનાસથી દિલ્હી સુધીની સફર

ત્યારે Gujarat Tak દ્વારા ઠાકોર સમાજના સામાન્ય પરિવારમાંથી આવતા ગેનીબેન ઠાકોરની પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સફર પર એક વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. Gujarat Takની ટીમ દ્વારા ગેનીબેન ઠાકોરના ઘરે જઈને તેમની સાથે અને તેમના પરિવારજનો સાથે ખાસ વાતચીત કરવામાં કરવામાં આવી હતી. જેમાં તેઓએ ઘણી જાણી-અજાણી વાતો જણાવી હતી. 

Lok Sabha Elections Results

ADVERTISEMENT

Gujarat Takનો ખાસ અહેવાલ 

તો આજે સાંજે 7:00 વાગ્યે ગુજરાત તકની યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@GujaratTakofficial પર જોવાનું ચૂકતા નહીં અમારો વિશેષ અહેવાલ 'ગેનીબેનની પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સફર' 

ક્યાં-ક્યાં જોઈ શકાશે ખાસ અહેવાલ?

આજે (શનિવારે) સાંજે 7 કલાકે તમે અમારી સત્તાવાર યુટ્યુબ ચેનલ  https://www.youtube.com/@GujaratTakofficial પર 'ગેનીબેનની પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સફર'નો ખાસ અહેવાલ જોઈ શકશો. 

ADVERTISEMENT

આ ઉપરાંત આ અહેવાલ અમારા સત્તાવાર ફેસબુક પેજ અને એક્સ (અગાઉ ટ્વિટર) પર પણ પ્રકાશિત  કરવામાં આવશે.

ADVERTISEMENT

Gujarat Tak Facebook: https://www.facebook.com/gujarattakofficial

Gujarat Tak Twitter: https://x.com/GujaratTak


બનાસકાંઠા બેઠક કેમ હતી ચર્ચામાં?

ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી જો કોઈ બેઠકની સૌથી વધુ ચર્ચા થઈ હોય તો તે છે બનાસકાંઠા લોકસભા બેઠક. આની પાછળનું મુખ્ય કારણએ હતું કે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે બંનેએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. બનાસકાંઠામાં આઝાદી બાદ પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં પ્રમુખ પક્ષોના બે મહિલા ઉમેદવારો આમને-સામને હતા. ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન સાંસદ પરબતભાઈ પટેલની ટિકિટ કાપીને બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ ચૌધરીના પૌત્રી ડૉ.રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા, તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી. જે બાદ બંને મહિલા નેતાઓએ પ્રચાર માટે બનાસના ખૂણાખૂણાં ખુંદ્યા હતા. 

પ્રચારમાં લગાવ્યું હતું એડીચોટીનું જોર

બંન્ને બાહુબલી મહિલાઓએ પ્રચાર મેદાનમાં એડીચોટીનું જોર લગાવ્યું હતું. ગેનીબેન ઠાકોરે પ્રચાર અભિયાનની શરૂઆત 'બનાસની બેન ગેનીબેન'ના સ્લોગનથી કરી હતી. તેઓ બનાસકાંઠાની જનતાને તેમનો ચૂંટણીનો પ્રસંગ સાચવી લેવા અને મામેરું ભરવા માટે વિનંતી કરી હતી. જે બાદ બનાસકાંઠાની જનતાએ ગેનીબેન ઠાકોરનું હોંશે-હોંશે મામેરું ભર્યું અને ગેનીબેનને બનાસકાંઠાથી ઠેક દિલ્હી સુધી પહોંચાડ્યા. બનાસકાંઠાની લોકસભા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે 31,312 વોટના અંતરથી ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા હતા.

Lok Sabha Elections Results

બનાસકાંઠા લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ

બનાસકાંઠા લોકસભા બેઠકના રાજકીય ઈતિહાસ વિશે વાત કરીએ તો આ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, પરંતુ વર્ષ 1998થી 2019ની લોકસભા ચૂંટણીનું ગણિત જોઈએ તો 1998માં ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરી જીત્યા હતા. તો 2004માં કોંગ્રેસના હરિસિંહ ચાવડા, 2009માં કોંગ્રેસના મુકેશ ગઢવી જીત્યા હતા, જે બાદ 2012માં મુકેશ ગઢવીનું અવસાન થતાં ફરી પેટા ચૂંટણી યોજાઈ હતી અને તેમાં ભાજપના હરિભાઈ ચૌધરી જીત્યા હતા. વર્ષ 2014માં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરિભાઈ ચૌધરીનો વિજય થયો હતો. 2019માં પરબતભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી લડ્યા હતા અને જીત્યા હતા અને હવે 2024ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બાજી મારી લીધી છે. 

    follow whatsapp

    ADVERTISEMENT